તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિવાદ:ડેડિયાપાડાની હોસ્પિટલના ગાયનેક તબીબની જોહૂકમી

ડેડિયાપાડા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા દિવસે હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો

નર્મદા જિલ્લામાં આરોગ્ય લક્ષી સુવિધાઓ કથળેલી છે. ડેડિયાપાડાના એક એડવોકેટે સરકારી હોસ્પિટલના સંચાલન અને અવ્યવસ્થા અંગે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી છે. ત્યારે સતત બીજા દિવસે પણ સરકારી હોસ્પિટલ વિવાદમાં આવી છે. આદિવાસી વસતી ધરાવતા દેડિયાપાડાની સરકારી હોસ્પિટલમાં હંગામી (કરાર આધારિત) ફરજ બજાવતા ગાયનેક તબીબ જી. ટી. દયાળુ તેમના સહકર્મચારીઓ સાથે ઉધ્ધતાઈ ભર્યું વર્તન કરતા હોવાની ફરિયાદ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય મહેશ વસાવાને કરી છે. રજૂઆત કરનાર સ્ટાફે જણાવ્યું છે કે, આ તબીબનો 11 માસનો કરાર હાલમાં પૂર્ણ થયો છે. જેથી ફરી તેની અહીં નિમણૂંક નહીં કરવા પણ માંગણી કરી છે.

સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કરેલી લેખિતમાં રજૂઆતમાં જણાવ્યું છે કે, ગાયનેક તબીબ દ્વારા નર્સ સાથે અણછાજતો વાણી વિલાસ કરી બિભત્સ શબ્દો બોલી રહ્યા છે. દર્દીઓના સગા સબંધીઓ સામે સ્ટાફનું અપમાન કરતા હોય છે. મુખ્યમંત્રીને ફરિયાદ કરનાર એડવોકેટ હિતેશ દરજીએ જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં કાયમ જ આવી ગેરરીતિઓ થતી હોય છે. અહીં દર્દીઓ ભગવાન ભરોસે અહીં સારવાર કરાવે છે. ડેડીયાપાડા સિવિલના સુપરિટેન્ડન્ટ જાતે જ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવવા માત્ર પોતાનું નામ રજૂ કરીને એક મહિના સુધી ત્યાં ફરાજ બજાવે કરે છે. વડોદરાથી અપડાઉન કરે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો