તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:દુબઈનો જોહર અબ્બાસ સીએ તરીકે કેમરોકના કલ્પેશ પટેલના સંપર્કમાં હતો

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂા. 5 કરોડ પડાવવા આવેલા 3 આરોપીઓ જેલમાં ધકેલાયા
  • કલ્પેશ પટેલની કંપની સાથે લોન સેટલમેન્ટ સહિતનાં કામો કર્યાં હતાં

શહેરની કેમરોક ઇન્ડસ્ટ્રીઝના કલ્પેશ પટેલને દુબઇના જોહર અબ્બાસના નામે ધમકી આપીને 5 કરોડ પડાવી લેવા આવેલા ઇન્દોરના 3 જણા ઝડપાઇ ગયા હતા. પોલીસે ત્રણેને રવિવારે અદાલતમાં રજૂ કરી જેલમાં ધકેલી દીધા હતા. તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, દુબઈનો જોહર અબ્બાસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો અને ભૂતકાળમાં કલ્પેશ પટેલ સાથે સંપર્કમાં હતો.

રેસકોર્સ સર્કલ પાસે એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં રહેતા કેમરોક ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ એમડી કલ્પેશ મહેન્દ્ર પટેલે ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે, ગત 5 સપ્ટેમ્બરે ઇન્દોરથી ફકરુદ્દીન ઝોરાવાલા બોલું છે તેમ કહી એક શખ્સે વારંવાર ફોન કરી મળવા માટે જણાવ્યું હતું. જોકે તેમણે મળવાની ના પાડી નંબર બ્લોક કર્યો હતો. ગત 14 ઓક્ટોબરે તેઓ સગાને મળવા આણંદના વઘાસી ગામે ગયા હતા ત્યારે તેમના સગાની ઓફિસમાં 3 જણા આવ્યા હતા અને પોતે ફકરુદ્દીન ઝોરાવાલા, કુતુબ અને હબીબ હોવાનું જણાવી ઇન્દોરથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે દુબઇના જોહર અબ્બાસના રૂપિયા વસૂલવા આવ્યા છીએ અને તમારી જે કંઇ મિલકત હોય તે તેમના નામ પર કરી એક દિવસમાં 5 કરોડની વ્યવસ્થા કરી દો, તેમ કહી જતા રહ્યા હતા. ફકરુદ્દીન, હબીબ અને કુતુબે કલ્પેશ પટેલના ઘેર જઈ ધમકી આપી હતી કે, દુબઇથી ફોન આવે તો ઉઠાવવાનો, નહિતર તને અને તારા કુટુંબીજનોને ભારે પડશે. બીજા દિવસે ફરીથી આવી ઝઘડો કરી 5 કરોડ આપી દે નહીતર મારી નાખીશું, તેવી ધમકી આપી હતી. જેથી કલ્પેશ પટેલે પોલીસને ફોન કરતાં પોલીસ પહોંચી હતી અને ત્રણેય જણાને પકડી લીધા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, આ મામલે ફકરુદ્દીન, કુતુબ, હબીબ અને અબ્બાસી ફકરુદ્દીન સામે ગુનો નોંધી તપાસ કરાઈ છે. ત્રણે જણા પાસેથી મોબાઈલ રિકવર કરાયા હતા અને રિમાન્ડની જરૂર ન હોવાથી અદાલતમાં રજૂ કરી રવિવારે જેલમાં ધકેલી દીધા હતા. દુબઈનો જોહર અબ્બાસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે અને તે કલ્પેશ પટેલની કંપની સાથે ભૂતકાળમાં નાણાકીય લેવડ-દેવડમાં સંડોવાયેલો હતો. લોન સેટલમેન્ટ સહિતનાં કામો તેણે કર્યાં હતાં. જોકે કલ્પેશ પટેલે જોહર અબ્બાસ સાથે કોઈ હિસાબ ન હોવાનું પોલીસને જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો