• Home
  • Business
  • Jio paid Rs 195 crore to the government; Airtel, Vodafone Idea asked for more time

AGR મામલો / જિયોએ સરકારને 195 કરોડ રૂપિયા ચૂકવ્યા; એરટેલ, વોડાફોન-આઇડિયાએ વધુ સમય માંગ્યો

Jio paid Rs 195 crore to the government; Airtel, Vodafone-Idea asked for more time

  • એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR) મામલામાં એરટેલ, વોડાફોન-આઇડિયા પર 88624 કરોડ રૂપિયાનું દેણુ
  • સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબરના ચૂકાદામાં ચૂકવણીની તારીખ 23 જાન્યુઆરી નક્કી કરી હતી
  • એરટેલ, વોડાફોન-આઇડિયાએ પેમેન્ટનું નવું શેડ્યૂલ નક્કી કરવાની અપીલ કરી છે

Divyabhaskar.com

Jan 23, 2020, 09:26 PM IST

નવી દિલ્હી: રિલાયન્સ જિયોએ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR)ના 195 કરોડ રૂપિયાની ચૂકવણી દૂરસંચાર વિભાગને કરી દીધી છે. તેમાં 31 જાન્યુઆરી સુધીનું પેમેન્ટ સામેલ છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી ગુરૂવારે આ જાણકારી આપી. સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર 2019ના ચૂકાદામાં ટેલિકોમ કંપનીઓને AGRની બાકીની રકમની ચૂકવણી માટે 23 જાન્યુઆરી તારીખ નક્કી કરી હતી. જોકે ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયા સુપ્રીમ કોર્ટમાં આગામી અઠવાડિયે સુનાવણી સુધી રાહ જોશે. આ કંપનીઓએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂકવણીનું નવું શેડ્યૂલ તૈયાર કરવાની અપીલ કરી હતી.

ટેલિકોમ કંપનીઓ પર અત્યારે કોઇ કાર્યવાહી નહીં થાય - રિપોર્ટ
બીજી તરફ દૂરસંચાર વિભાગે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે ટેલિકોમ કંપનીઓ બાકીની રકમની ચૂકવણી નહીં કરે તો અત્યારે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટના આગામી આદેશ સુધી રાહ જોવામાં આવે.

AGR વિવાદ શું છે ?
ટેલિકોમ કંપનીઓને AGRનું 3 ટકા સ્પેક્ટ્રમ ફી અને 8 ટકા લાઇસન્સ ફી તરીકે સરકારને આપવાની હોય છે. કંપનીઓ AGRની ગણતરી ટેલિકોમ ટ્રિબ્યૂનલના 2015ના નિર્ણયના આધાર પર કરતી હતી. ટ્રિબ્યૂનલે કહ્યું હતું કે ભાડું, સ્થાયી સંપત્તિના વેચાણથી લાભ, ડિવિડન્ડ અથવા વ્યાજ જેવા નોન કોર સ્ત્રોતમાંથી પ્રાપ્ત રેવન્યૂને છોડીને બાકીની રેવન્યૂ AGRમાં સામેલ થશે. ફોરેક્સ એડજસ્ટમેન્ટને પણ AGRમાં ગણવામાં આવ્યું. જોકે ફસાયેલી લોન, વિદેશી મુદ્રામાં ચડઉતર અને સ્ક્રેપના વેચાણને AGRની ગણતરીથી અલગ રાખવામાં આવ્યા છે. દૂરસંચાર વિભાગ ભાડું, સ્થાયી સંપત્તિના વેચાણથી થતા લાભ અને સ્ક્રેપના વેચાણથી મળેલી રકમને પણ AGRમાં ગણે છે. સુપ્રીમ કોર્ટે દૂરસંચાર વિભાગની આ ગણતરીને સાચી માની હતી. ટેલિકોમ કંપનીઓને તેના આધાર પર જ બાકીની રકમ વ્યાજ અને પેનલ્ટી સહિત ચૂકવવાની છે.

કઇ કંપનીની કેટલી રકમ બાકી ?
ભારતી એરટેલ 35,586 કરોડ
વોડાફોન-આઇડિયા 53,038 કરોડ
ટાટા ટેલી સર્વિસિઝ 13,823 કરોડ


X
Jio paid Rs 195 crore to the government; Airtel, Vodafone-Idea asked for more time

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી