તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Jharamramji Vidyalaya Of Virpur Adjacent To Students Of Std. 9, Washed Tea Cups

વીરપુરના જલારામજી વિદ્યાલયમાં ધો.9ના છાત્રો પાસે અધિકારીઓની સરભરા કરાવાઇ, ચાના કપ ધોવડાવ્યા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થી પાસે ચાના કપ ધોવડાવ્યાં

વીરપુરઃ કોરોનાના ભયના કારણે રાજ્યભરની શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ છે અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવવા પર પાબંદી ફરમાવી દેવામાં આવી છે ત્યારે વીરપુરની શાળામાં આવેલા અધિકારીઓની સરભરા માટે વિદ્યાર્થીઓને બોલાવાયા હતા.

વિદ્યાર્થીનીઓને સ્કૂલે બોલાવી સેવા કરાવી
બુધવારે શિક્ષણ બોર્ડની લકઝરી બસમાંથી ધો.10ની ઉત્તરવહીઓના બંડલ પડી ગયાની ઘટના બન્યા બાદ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી, પરીક્ષા સચિવ, પોલીસ અધિકારીઓ વીરપુર ખાતેના જલારામજી વિદ્યાલયના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે દોડી ગયા હતા આ સમયે સ્કૂલના સંચાલકોએ અધિકારીઓની સરભરા માટે પટાવાળાને હાજર રાખવાના બદલે ધો.9ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને સ્કૂલે બોલાવી ચા-પાણીની સેવામાં રોકી તેમની પાસે ચાના કપ પણ ધોવડાવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો