મુંબઈ / CMના મોટા બહેનના ઘરમાંથી 30 હજાર અને દાગીનાની ચોરી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • વિજય રૂપાણી મુંબઈ આવી ગયાના બીજા જ દિવસે ઘટના

Divyabhaskar.com

Oct 18, 2019, 08:00 AM IST

મુંબઈ: ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીનાં મોટાં બહેન નિરૂપમા કોઠારીના મુંબઇમાં ઘાટકોપરના બંધ ફલેટમાંથી મંગળવારે રાતથી બુધવાર સવાર સુધીમાં ચોરોએ એક લાખ રૂપિયાની માલમતા તથા દાગીનાની ચાેરી થતાં પોલીસ તંત્રની દોડધામ મચી ગઈ છે. જેની મુંબઈના પાર્કસાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પાડોશીએ જાણ કરી, પાર્કસાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ઘાટકોપર- વેસ્ટમાં જગડુશા નગરમાં ગુરુદર્શન ફલેટમાં રહેતા 55 વર્ષના મનીષ કોઠારીએ “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, મારા માતા પિતા શાંતિનિકેતનની સી -1 વિગના બીજા માળના ફલેટ નંબર 9માં રહેતા હતા, પરંતુ ઘણા દિવસથી ફલેટ બંધ હોવાથી તેઓ મારા અને નાના ભાઇના ઘરે વારાફરતી રહેવા આવ્યા હતા. 16 ઓકટોબરે સવારે 7.40 વાગ્યે પાડોશી હિતેશભાઇનો મારા ફોન આવ્યો કે તમારાં મમ્મીના ઘરના તાળાં તૂટેલાં છે. આથી હું મારો નાનો ભાઇ અને મમ્મી- પપ્પા સાથે તુરંત ત્યાં અમારા ઘરે પહોંચી ગયા હતા. મમ્મી નિરૂપમાબેનના જણાવ્યા અનુસાર કબાટમાં રાખેલા 30,000 રોકડ, 10 ગ્રામ સોનાનો 1 ચેઈન, 1 સોનાની વીંટી, 5 ચાંદીના નાના ગ્લાસ, 1 ચાંદીના કપ-રકાબી, 1 ચાંદીની કંકાવટી, 2 ચાંદીના સિક્કા સહિતનો એક લાખ રૂપિયાની માલમતાની ચોરી થઇ હોવાની મેં પાર્કસાઇટ પોલીસ સ્ટેશનમાં બુધવારે ફરિયાદ નોંધાવી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી