વડોદરા / ઝવેરી સિક્યુરિટી અને અવની પેટ્રોકેમમાં ITની તપાસ જારી

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • હિસાબોના ચોપડા તથા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ જપ્ત
  • કરોડોની કરચોરી પકડાઇ હોવાનું અનુમાન

Divyabhaskar.com

Jan 25, 2020, 02:15 AM IST

વડોદરાઃ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ગત રોજ વહેલી સવારે શરૂ કરવામાં આવેલા ઝવેરી સિક્યુરીટીઝ અને અવની પેટ્રોકેમ પ્રા.લિ.ની ઓફિસ, ઘર તથા ફેક્ટરી પર દરોડા પાડવામાં અાવ્યા હતા. દરોડા સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યા હતા અને કરોડોની કરચોરી પકડી પાડવામાં આવી હોવાનું મનાઇ રહ્યું છે.

બીજા દિવસે પણ 17 જગ્યાએ દરોડા પાડ્યાં
પ્રાપ્ત વિગતો અનુસાર, બુધવારે વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા શેર ટ્રેડીંગ સાથે સંકળાયેલી ઝવેરી સિક્યુરીટીઝની સયાજીગંજ સ્થિત પાયલ કોમ્પલેક્ષ અને પેરેડાઇઝ કોમ્પલેક્ષ ખાતે આવેલી ઓફિસો પર ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેની સાથે પેટ્રોકેમીકલના વ્યવસાય સાથે સંકળાયેલા અવની પેટ્રોકેમ પ્રા.લીની રાવપુરા સ્થિત ઓફિસ અને મનીષા ચોકડી તથા ચરોતર સોસાયટી સ્થિત નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. સતત બીજા દિવસે બંન્ને કંપનીઓની 17 જેટલી જગ્યાઓ પર દરોડા ચાલ્યા હતા. જુના હિસાબોના ચોપડા તથા ઇલેક્ટ્રોનીક રેકોર્ડ વધુ તપાસ માટે જપ્ત કરવામાં આવ્યા હતા. સુત્રના જણાવ્યા પ્રમાણે, ર જાન્યુઆરીના રોજ ઝવેરી કોમોડીટીઝ દ્વારા મલ્ટી કોમોડીટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એમ.સી.એક્સ) તથા નેશનલ કોમોડીટી એન્ડ ડેરીવેટીવ્ઝ એક્સચેન્જ લિ. (એન.સી.ડી.ઇ.એક્સ)ની મેમ્બર શીપ સરન્ડર કરવાનો મામલો સોલ્વ કરી નાંખ્યો હતો. આઇ.ટી વિભાગ દ્વારા કોમોડીટી એક્સચેન્જના જુના સોદાઓની બારીકાઇપુર્વક ચકાસણી કરી હતી.

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી