• Home
  • National
  • Jeff Bezos newspaper critic of Modi, said they can increase the agenda of fanatic Hindutva

વોશિન્ગટન પોસ્ટ / જેફ બેઝોસનું અખબાર મોદીનું ટીકાકાર, કહ્યું હતું- તેઓ કટ્ટર હિન્દુત્વનો એજન્ડાને વધારી શકે છે

Jeff Bezos newspaper critic of Modi, said - they can increase the agenda of fanatic Hindutva

  • જેફ બેઝોસનું અખબાર મોદીની ટીકા કરતું રહ્યું છે તેથી મોદી તેમને ન મળ્યા- રિપોર્ટ
  • અખબારે કાશ્મીરથી લઇને અનુચ્છેદ 370 હટાવવા પર કહ્યું હતું- મોદી સરકાર ત્યાં મોટી સંખ્યામાં હિન્દુઓની આબાદી વધારવા માગે છે
  • ત્રણ દિવસના પ્રવાસે ભારત આવેલા જેફ બેઝોસનો ગુરૂવારે છેલ્લો દિવસ હતો

Divyabhaskar.com

Jan 16, 2020, 08:58 PM IST

વોશિન્ગટન : ભારતના પ્રવાસે આવેલા એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત ન થઇ શકી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે તેનું કારણ જેફના અખબાર વોશિન્ગટન પોસ્ટ દ્વારા મોદી સરકારની નીતિયો-યોજનાઓની ટીકા કરવી છે. જ્યારે મોદી બીજી વખત સત્તા પર આવ્યા ત્યારે અખબારે દાવો કર્યો હતો કે તેઓ કટ્ટર હિન્દુત્વનો એજેન્ડા આગળ વધારી શકે છે.

અમેરિકાના અખબારમાં ગત વર્ષે 23 મેના રિપોર્ટ આવ્યો હતો કે મોદીને બીજી વખત ભારે બહુમત મળ્યો. તેમને વોટ કરનારા મતદારોમાં કટ્ટર હિન્દુઓની સંખ્યા વધારે હતી. તેના લીધે તેઓ પોપ્યુલરિઝમ તરફ પગલું ભરી શકે છે. તેમની નીતિઓમાં પણ હિન્દુત્વની ઝલક જોવા મળે છે. મોદીએ તેમના ગત કાર્યકાળમાં પણ દર વર્ષે એક કરોડ રોજગાર આપવાનો વાયદો કર્યો હતો પરંતુ હકીકત તેનાથી વિપરિત છે. 45 વર્ષોમાં બેરોજગારીનો દર સૌથી વધારે છે. અખબારે કહ્યું હતું કે તેમના ગત કાર્યકાળમાં વિકાસનો દર સુસ્ત પડી ગયો હતો.

‘મુસલમાનોની ચિંતા ન કરી’
અખબાર પ્રમાણે મોદીએ ઉદારવાદથી વિરુદ્ધ એજન્ડાને આગળ વધાર્યો. પ્રધાનમંત્રી રહેતા મોદીએ સત્તાવર રીતે એક પણ પ્રેસ કોન્ફરન્સ ન કરી. તેમના પર સૌથી મોટો આરોપ એ લાગ્યો કે તેમણે તેમની ટીકા કરતા પત્રકારો પર હંમેશા દબાણ બનાવીને રાખ્યું. તેમણે અને તેમની પાર્ટીએ 18 કરોડ મુસલમાનોની ચિંતા ન કરી. રામ મંદિરનું નિર્માણ હંમેશા તેમની પાર્ટીના એજન્ડામાં રહ્યું. તેમના બીજા કાર્યકાળમાં તેમની પાર્ટીમાં એક એવા સાંસદ ચૂંટાયા જેમના પર આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો આરોપ છે. ઘટનામાં ઘણા નિર્દોષ મુસલમાનો માર્યા ગયા હતા.

‘ધર્મનિરપેક્ષ દેશને હિન્દુ રાષ્ટ્રમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે’
નાગરિકતા કાયદાને લઇને પણ અખબારે મોદીની ટીકા કરી હતી. વોશિન્ગટન પોસ્ટે કહ્યું હતું કે ભારતે મુસ્લિમ શરણાર્થીઓને અલગ રાખીને એક વિવાદિત નાગરિકતા કાયદો લાવ્યો. મોદીએ આ કાયદાથી ભારતના મુસલમાનોને સાવધાન કર્યા. ભારતની 130 કરોડ વાળી જનસંખ્યામાં લગભગ 18 કરોડ મુસલમાન છે. તેમને ડર છે કે મોદી ધર્મનિરપેક્ષ ભારતને એક હિન્દુ રાષ્ટ્રમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશમાં હવે મુસલમાનોને દ્વિતિય શ્રેણીના માનવામાં આવશે.

આર્ટિકલ 370 હટાવવા પર અખબારે તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું
જમ્મૂ-કાશ્મીરમાંથી 5 ઓગસ્ટના આર્ટિકલ 370ને ખતમ કરી દેવાયું હતું. 6 ઓગસ્ટે વોશિન્ગટન પોસ્ટે સાઉથ એશિયન હિસ્ટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર કંજવાલનો એક આર્ટિકલ પ્રકાશિત કર્યો હતો. તે પ્રમાણે મોદી સરકારના આ નિર્ણય ગેરબંધારણીય છે. તેના કારણે જમ્મૂ-કાશ્મીરમાં કોલોનિયલ પ્રોજેક્ટની શરૂઆત થશે કારણ કે હવે બીજા રાજ્યાના લોકો કાશ્મીરમાં જમીન ખરીદી શકશે અને સ્થાનિક લોકોને ત્યાંથી હટાવી શકાશે. મોદી સરકાર અહીં તેમના લોંગ ટર્મ પ્લાન લાગૂ કરવાની યોજના બનાવી રહી છે. સરકાર ભારી સંખ્યામાં હિન્દુઓની આબાદી વધારવા માગે છે. સરકારનો ઈરાદો ત્યાની મુસ્લિમ જનસંખ્યાને ઓછી કરીને હિન્દુઓની જનસંખ્યા વધારવાનો છે.

X
Jeff Bezos newspaper critic of Modi, said - they can increase the agenda of fanatic Hindutva

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી