તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઓફ રોડિંગ માટે જીપે Wrangler Rubicon SUV લોન્ચ કરી, કિંમત ₹68.94 લાખ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ જીપની ન્યૂ SUV Wrangler Rubicon ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. કંપનીએ આ કારને 68.94 લાખ રૂપિયાની કિંમત સાથે માર્કેટમાં લોન્ચ કરી છે. ઇન્ડિયન માર્કેટમાં આ શાનદાર SUVનું ફક્ત 5 ડોર મોડેલ જ મળશે. આ SUVને કંપનીએ એક્સ્ટ્રી ઓફ રોડિંગ માટે ડિઝાઇન કરી છે. ભારતમાં જીપ રેંગલર પહેલેથી અવેલેબલ છે. પરંતુ કંપનીનો દાવો છે કે Rubicon ઓફ રોડિંગ માટે બેસ્ટ છે.
 

15 માર્ચથી ડિલિવરી શરૂ
કંપનીએ આ રેંગલર Rubicon કારને ગ્રાહકોની ભારે ડિમાન્ડ અને પ્રિ-ઓર્ડર્સના કારણે લોન્ચ કરી છે. આ SUVને સીધી CBU (Completely Built Units) તરીકે ઇમ્પોર્ટ કરીને ગ્રાહકોને ઓફર કરવામાં આવશે. આ SUVની ડિલિવરી 15 માર્ચ 2020થી શરૂ થઈ જશે.
 

લેટેસ્ટ ફીચર્સ
Wrangler Rubicon કારમાં 2.0 લિટરનું 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ 265HP પાવર અને 400Nm ટોર્ક જનરેટ કરે છે. આ SUV 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે.
 

સેફ્ટી ફીચર્સ
આ SUVમાં અનેક સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યાં છે, જેમાં ડ્રાઇવર અને ફ્રંટ પેસેન્જર્સ એરબેગ્સ, સપ્લિમેન્ટ્રી સીટ માઉન્ટેડ પેસેન્જર સાઇડ એરબેગ્સ, પાર્ક આસિસ્ટ સિસ્ટમ, રિઅર બેકઅપ કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ એન્ડ ટ્રેલર કન્ટ્રોલ, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, હિલ ડિસન્ટ કન્ટ્રોલ, ઇલેક્ટ્રોનિક રોલ મિટિગેશન અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવાં અનેક ફીચર્સ આપવામાં આવ્યાં છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો