પાલનપુર / ગઢમાં કુદરતી હાજતે જતી બે બહેનો પૈકી એકને જીપથી કચડી નાખવાનો પ્રયાસ

Jeep driver tried to killed one of the two sister

  • રસ્તાની અદાવત રાખી યુવતીને જીપની ટક્કર મારી બે ભાઈઓ જીપ મુકી ભાગી ગયા,ઈજાગ્રસ્ત યુવતીને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ

Divyabhaskar.com

Feb 27, 2020, 08:59 AM IST
ગઢઃ ગઢ ખાતે બુધવારે બે બહેનો કુદરતી હાજતે જવા નીકળી હતી. ત્યારે જીપ લઈને નીકળેલા બે ભાઈઓએ રસ્તાની બાબતનું મન દુઃખ રાખી બે બહેનો પૈકી એકને કચડી નાખવાનો પ્રયાસ કર્યો કરતાં ચકચાર મચી ગઈ છે.ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાઇ હતી.
ગઢના સરદારભાઈ ચૌધરીની બે દીકરીઓ પિન્કીબેન અને મંજુલાબેન બુધવારે સવારે સાડા આઠ વાગે ખેતરેથી કુદરતી હાજતે જઈને પરત ફરતી વેળાએ તેમની બાજનાં ખેતરમાં રહેતાં શૈલેષભાઈ તળજાભાઈ રબારી તથા નિરાભાઈ ઉર્ફ નિલેશભાઈ તળજાભાઈ રબારી આ બંને ભાઈઓ જીપ નંબર જીજે-08-એફ-5158 લઈને પાછળ ચાલતી મંજુલાબેનને ગાડીની ટક્કર મારી નીચે પાડી દીધી હતી. અને અગાઉના રસ્તાનો જે દાવો ચાલતો હોય તેની અદાવત રાખીને લાકડી મંજુલાબેનને જમણાં હાથની કોણી ઉપર મારી હતી. ત્યાં મંજુલાબેને બુમાબુમ કરતાં આજુબાજુના લોકો દોડી આવતાં આ બંને ભાઈઓ જીપ મૂકીને ભાગી ગયા હતાં.
જે અંગે પિન્કીબેનએ આ બંને ભાઇ વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ગૂનો નોંધાવ્યો છે. જીપને ગઢ પોલીસ મથકે લાવતાં જીપમાં દૂધની બરણીઓ ભરેલી હોવાથી પોલીસે દૂધ મંડળીની કમિટીને જાણ કરતાં તેઓ પોલીસ મથકે દોડી આવી દૂધ શંકાસ્પદ જણાતાં પાલનપુર ફૂડ સેફટીનાં અધિકારીઓને બોલાવ્યા હતાં. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં.
જીપમાંથી મળી આવેલા દૂધ ભેળસેળવાળું
ગઢ દૂધ મંડળીના ચેરમેન શાંતિભાઈ ભૂટકાએ જણાવ્યું હતું કે ‘બુધવારે સવારે એક બહેનને અકસ્માત કરીને જીપ મૂકી ચાલક ભાગી ગયો હતો. જે ગાડીને ગઢ પોલીસ મથકે લાવતાં ત્યાંથી ફોન આવતાં અમો ત્યાં ગયાં હતાં. જ્યાં દૂધ ભેળસેળવાળું જણાતાં તેનો રિપોર્ટ કરવા બનાસ ડેરીમાં મોકલી આપ્યું છે.
દૂધના સેમ્પલ લઈ લેબમાં મોકલાયા
આ અંગે પાલનપુર ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું કે ‘જીપમાંથી મળી આવેલ દૂધ શંકાસ્પદ હોવાનું બહાર આવતાં દસ બરણીઓમાં ગાય તેમજ ભેંસના દૂધના બે અલગ-અલગ સેમ્પલ લીધા છે. જેની લેબમાં ચકાસણી કર્યા બાદ ડેરીને રિપોર્ટ મોકલી આપવામાં આવશે.’
X
Jeep driver tried to killed one of the two sister

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી