અપકમિંગ / ‘3 ઈડિયટ્સ’ બાદ મોના સિંહ ફરીવાર આમિર-કરીના સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કામ કરશે

jassi jaisi koi nai fame Mona Singh to work once again with Kareena Kapoor after 3 Idiots in Laal Singh Chaddha

Divyabhaskar.com

Nov 17, 2019, 07:09 PM IST

મુંબઈઃ ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ મોના સિંહ ‘3 ઈડિયટ્સ’ બાદ ફરી એકવાર આમિર ખાન તથા કરીના કપૂર સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કામ કરવાની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મમાં મોનાનો રોલ ઘણો જ મહત્ત્વનો છે. જોકે, તે કયો રોલ પ્લે કરવાની છે, તેની કોઈ વિગત સામે આવી નથી.

ફિલ્મને લઈ વર્કશોપ્સ કરી
સૂત્રોના મતે, ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદનને મોના એકદમ પર્ફેક્ટ લાગી હતી. હાલમાં ચંદીગઢમાં ફિલ્મનું ફર્સ્ટ શિડ્યૂઅલનું શૂટિંગ ચાલી રહ્યું છે. મોના સિંહ ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ કરશે. આ પહેલાં મોનાએ ફિલ્મને લઈ ઘણી બધી વર્કશોપ્સ તથા સ્ક્રિપ્ટ રિડીંગ સેશન પણ કર્યાં હતાં.

મોના સિંહે શું કહ્યું?
મોનાએ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે તે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કામ કરાવની છે. તે શૂટિંગને લઈ ઉત્સાહી છે. જીવન એક ચોકલેટ બોક્સ જેવું છે અને તમને ક્યારેય ખબર નથી કે તેમાંથી તમને શું મળશે? તેના માટે આ બોક્સ શુભેચ્છાઓ લઈને આવ્યું છે.

હાલમાં જ કરીના-આમિરના લુક લીક થયા હતાં
ચંદીગઢના સેટ પરથી આમિર ખાન તથા કરીના કપૂરની તસવીર લીક થઈ હતી. આમિર ખાન પંજાબી પાઘડી તથા દાઢીમાં જોવા મળ્યો હતો, જ્યારે કરીના કપૂર સિમ્પલ સલવાર-કમીઝમાં હતાં. આમિર ખાને થોડા દિવસ પહેલાં જ ‘લાલ સિંહ ચઢ્ઢા’નો લોગો રિલીઝ કર્યો હતો. આવતા વર્ષે ક્રિસમસમાં રિલીઝ થનારી આ ફિલ્મ 1994મા આવેલી ક્લાસિક હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર રિમેક છે, આમાં મુખ્ય પાત્ર અભિનેતા ટોમ હેન્ક્સે નિભાવ્યું હતું.

X
jassi jaisi koi nai fame Mona Singh to work once again with Kareena Kapoor after 3 Idiots in Laal Singh Chaddha

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી