ડેથ એનિવર્સરી / જાહન્વી કપૂરે મોમ શ્રીદેવીની બીજી પુણ્યતિથિ પર તસવીર શૅર કરીને કહ્યું, તમને રોજ યાદ કરું છું

Janhvi Kapoor remembers mother Sridevi on her death anniversary

Divyabhaskar.com

Feb 24, 2020, 12:45 PM IST

મુંબઈઃ બે વર્ષ પહેલાં આજના જ દિવસે એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવીનું દુબઈમાં આકસ્મિક નિધન થયું હતું. શ્રીદેવી અહીંયા પતિ બોની કપૂર તથા દીકરી ખુશી સાથે નણંદ રીના કપૂરના દીકરા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા આવી હતી. જાહન્વી કપૂર ફિલ્મ ‘ધડક’ના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી લગ્નમાં હાજરી આપી શકી નહોતી. જોકે, દુબઈમાં શ્રીદેવીનું આકસ્મિક અવસાનથી માત્ર પરિવારને જ નહીં બોલિવૂડ અને ચાહકોને ઘેરો આઘાત લાગ્યો હતો. જાહન્વી કપૂરે માતાની બીજી ડેથ એનિવર્સરી પર નાનપણની તસવીર શૅર કરી હતી.

જાહન્વી કપૂરે સોશિયલ મીડિયામાં માતા સાથેની નાનપણની તસવીર શૅર કરીને કહ્યું હતું, રોજ તમને યાદ કરું છું.

Miss you everyday

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

ઉલ્લેખનીય છે કે જાહન્વી કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે હજી પણ આ આઘાતમાંથી બહાર આવી શકી નથી. તેને સતત તેની માતાની યાદ સતાવે છે.

જાહન્વી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે કરન જોહરની ફિલ્મ ‘ગુંજન સક્સેના’, ‘તખ્ત’ તથા ‘દોસ્તાના 2’માં કામ કરી રહી છે. આ ઉપરાંત તે રાજકુમાર રાવ સાથે ‘રુહી અફ્ઝા’માં પણ જોવા મળશે.

X
Janhvi Kapoor remembers mother Sridevi on her death anniversary

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી