બર્થડે / જાહન્વી કપૂરે મીડિયા સાથે 23મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

Janhvi Kapoor Celebrates 23rd Birthday With Media

Divyabhaskar.com

Mar 06, 2020, 06:57 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરનો છ માર્ચના રોજ 23મો જન્મદિવસ હતો. જાહન્વી માટે આ વર્ષ ખાસ રહેવાનું છે. આ વર્ષે જાહન્વીની ‘ગુંજન સક્સેના’, ‘રૂહી અફ્ઝા’ તથા ‘દોસ્તાના 2’ એમ ત્રણ ફિલ્મ રિલીઝ થવાની છે. વર્ષની શરૂઆતમાં જાહન્વીએ નેટફ્લિક્સની હોરર ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’થી ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું.

Happy Birthday @janhvikapoor 🎂🎂🎂

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ફોટોગ્રાફર્સ સાથે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો
જાહન્વીએ પોતાનો 23મો જન્મદિવસ ફોટોગ્રાફર્સ સાથે કેક કટિંગ કરીને સેલિબ્રેટ કર્યો હતો. જાહન્વીએ ત્રણ ચોકલેટ કેક કાપી હતી.

નાનપણથી લાઈમલાઈટમાં રહી છે
જાહન્વી કપૂર સ્ટારકિડ હોવાને કારણે નાનપણથી જ લાઈમલાઈટમાં રહી છે. જાહન્વી કપૂર પોતાની માતા શ્રીદેવીને ઘણો જ પ્રેમ કરતી હતી. જાહન્વી અવાર-નવાર માતાની તસવીર શૅર કરતી રહેતી હોય છે. હાલમાં જ માતાની બીજી ડેથ એનિવર્સરી પર જાહન્વીએ તસવીર શૅર કરીને કહ્યું હતું, હું તમને રોજ યાદ કરું છું.

હાલમાં જ ‘અંગ્રેજી મીડિયમ’ના ગીતમાં જોવા મળી
જાહન્વી 20 માર્ચે રિલીઝ થનારી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ના સ્પેશિયલ સોંગ ‘કુડી નુ નચને દે’માં જોવા મળી હતી. આ ગીતમાં આઠ અલગ-અલગ એક્ટ્રેસિસે કામ કર્યું છે.

X
Janhvi Kapoor Celebrates 23rd Birthday With Media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી