તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Jamie Lever Created The First TikTok Video With Father Johny Lever

જેમી લીવરે પિતા જ્હોની લીવર સાથે પહેલો ટિકટોક વીડિયો બનાવ્યો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ કોરોનાવાઈરસને કારણે વિશ્વભરના ઘણાં દેશો કાં તો શટડાઉન છે અથવા તો લોકોએ પોતાને ક્વૉરન્ટીન કરી દીધા છે. કારણ વગર લોકો ઘરની બહાર જતા નથી. ભારત પણ કોરોનાવાઈરસ સામે લડવાના ગંભીરતાથી ઉપાયો કરી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાવાઈરસના 130થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. હિંદી ફિલ્મ્સ તથા ટીવી શોનું શૂટિંગ 31 માર્ચ સુધી કેન્સલ કરી દેવામાં આવ્યું છે. આવામાં સ્ટાર્સ ઘરે બેસીને અવનવા અખતરાઓ કરી રહ્યાં છે. બોલિવૂડ એક્ટર તથા પોપ્યુલર કોમેડિયન જ્હોની લીવરની દીકરી જેમી લીવરે ટિકટોક વીડિયો બનાવ્યો છે. આ ઉપરાંત જેમીએ ‘વ્હાય ધીસ કોલાવરી ડી’ની થીમ પર ‘વ્હાય ધીસ કોરોના ડીસિસ’ કરીને ગીત બનાવ્યું છે.

શું છે ટિકટોક વીડિયોમાં?
જેમીએ સોશિયલ મીડિયામાં પહેલો ટિકટોક વીડિયો શૅર કર્યો છે. તેણે કહ્યું હતું, પહેલો ટિકટોક વીડિયો ડેડી સાથે. પોપ્યુલર ડિમાન્ડ સાથે...પરંતુ કંઈક હટકે. આ ટિકટોક વીડિયોમાં જેમી તથા જ્હોની ‘આવારા પાગલ દિવાના’નો ફેમસ ડાયલોગ બોલે છે. આ ફિલ્મમાં જ્હોનીએ છોટા છત્રીનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મના એક સીનમાં પરેશ રાવલ તથા જ્હોની લીવર વચ્ચે નામને લઈ ફની પરિસ્થિતિ સર્જાય છે. જેમી તથા જ્હોનીએ આ જ સિચ્યુએશન પર ટિકટોક વીડિયો બનાવ્યો છે. 

‘કોલાવરી’ થીમ પર બનાવ્યું સોંગ
આ પહેલાં જેમીએ પોતાના સાથીઓ સાથે ‘વ્હાય ધીસ કોલાવરી ડી’ સોંગ પરથી ‘વ્હાય ધીસ કોરોના ડીસિસ’ સોંગ બનાવ્યું છે. આ સોંગ ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે જેમીએ પોતાની કરિયરની શરૂઆત વર્ષ 2012માં લંડનમાં માર્કેટિંગ એક્ઝિક્યૂટીવ તરીકે કરી હતી. ત્યારબાદ જેમીએ મુંબઈમાં સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે પર્ફોર્મન્સ આપ્યું હતું. જેમીની કોમેડી ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. ત્યારબાદથી જેમી કોમેડી કરે છે. જેમીએ ‘કોમેડી સર્કસ’માં પણ પર્ફોર્મન્સ આપ્યું છે. આ ઉપરાંત તેણે વિવિધ શો હોસ્ટ કર્યાં છે. જેમીએ ફિલ્મ ‘હાઉસફુલ 4’ તથા ‘કિસ કિસકો પ્યાર કરું’માં કામ કર્યું છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો