કચ્છ / અન્ય બંદરોની સરખામણીએ જખૌના માછીમારો સાથે અણમાનીતું વર્તન

jakhau fishermen not getting facility like other port

  • મત્સ્ય વિભાગ દ્વારા 11 યોજનાઓ મારફતે વર્ષ 2018-19માં વપરાઇ 95.06 લાખ ગ્રાન્ટ 
  • કરોડો રૂપિયાની ગ્રાન્ટ અન્ય બંદરો પર વપરાય છે, જખૌના માછીમારોને કોઇ સુવિધા અપાતી નથી : પ્રમુખ
  • માર્ચ 2019થી નવેમ્બર સુધી 32 લાખની ગ્રાન્ટ માછીમારોના વિકાસ માટે વપરાઇ 
  • ભદ્રેશ્વર, માંડવી, મુન્દ્રા અને લુણીના માછીમારો જેવી સુવિધા જખૌને નહીં

Divyabhaskar.com

Dec 12, 2019, 08:58 AM IST
ભુજઃ મત્સય વિભાગ દ્વારા માછીમારોના વિકાસ માટે કરોડો રૂપીયા ગ્રાન્ટ દર વર્ષે ખર્ચ કરવામાં આવે છે. વર્ષ 2018-19માં 95.79 લાખ રૂપીયા ગ્રાન્ટ મળી જેમાંથી વિભાગ દ્વારા 95.06 લાખ રૂપીયા ગ્રાન્ટ 11 યોજનાઓ હેઠળ માછીમારોના વિકાસ માટે વપરાઇ છે. તો માર્ચ-2018થી નવેમ્બર માસ સુધી 32 લાખની ગ્રાન્ટ માછીમારોની સુવિધા માટે ખર્ચ કરાઇ છે. અન્ય બંદરોની સરખામણીએ જખૌ બંદર સાથે અણમાનીતુ વર્તન કરાતું હોવાનું જાણવા મળેલ છે.
કચ્છ જિલ્લાના મુન્દ્રા, ભદ્રેશ્વર, માંડવી, લુણી સહિતના માછીમારોને મત્સય વિભાગ દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે તેની સરખામણીએ જખૌના માછીમારોને કોઇ ખાસ સુવિધા આપવામાં આવતી નથી. જખૌના પગડીયા માછીમારોને સર્વોદય સહકારી મંડળી વતી સાઇકલ, એક બોકસ, કાંટો અને બે નેટ સહિતની ગણ્યાગાંઠયા સાધનો આપવામાં આવે છે. બરફની મોટા આઇસ બોક્સ આપવામાં આવતા નથી જે અન્ય બંદરો પરના માછીમારોને આપવામાં આવે છે.
મોટા આઇસ બોક્સ માટે 90 ટકા ખર્ચ ફિશરીંગ ડિપાર્ટમેન્ટ ઉઠાવે છે અને 10 ટકા ખર્ચ માછીમારને ઉઠાવવાનો રહે છે પણ તે જખૌને બદલે અન્ય બંદરો પરના માછીમારોને સુવિધા આપવામાં આવે છે તેવું જાણવા મળ્યું છે. એક તરફ જખૌ બંદરે સૌથી વધુ માછીમારી થાય છે અને લાખો રૂપીયાની માછીમારી જયારે થઇ રહી છે તેની સામે માછીમારોને જોઇએ તેટલી સુવિધા નથી મળતી. અન્ય બંદરો પર મોટા આઇસ બોક્સ તેમજ અનેક સવલતો પાછળ ગ્રાન્ટ ખર્ચાય છે પણ જખૌ બંદર પરના માછીમારો પાછળ ગ્રાન્ટ ખર્ચ કરવામાં ઠાગાઠૈયા કરાઇ રહ્યા છે.
20 કરોડના ખર્ચે બનેલી પાણી યોજના કાંટ ખાય છે
કચ્છ જિલ્લા માછીમાર એસો.ના ચેરમેન અને જખૌ બંદર માછીમાર એસો.ના પ્રમુખ અબ્દુલશા પીરજાદાએ જણાવ્યું હતું કે, અન્ય બંદરોની સરખામણીએ જખૌના માછીમારો સાથે અણમાનીતું વર્તન કરવામાં આવે છે. જખૌના માછીમારોને અપાતી સુવિધાઓમાં ખાયકી થઇ ન શકે તે માટે તેમના પાછળ ઓછી ગ્રાન્ટ ખર્ચ કરવામાં આવે છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યું હતું. જખૌમાં 20 કરોડના ખર્ચે તૈયાર થયેલી પાણીની યોજના હાલ કાંટ ખાઇ રહી છે, તો પાણીના ટાંકા, સમ્પ સહિતની પાણી યોજનાની વસ્તુઓ કાંટ ખાઇ રહી છે.
વિદેશી હુંડીયામણ કમાઇ આપતા બંદર પર સુવિધાના નામે મીંડુ
પ્રમુખે જણાવ્યું હતું કે, જખૌ બંદર પરથી જે માછીમારી થાય છે તે કંપનીઓ દ્વારા વિદેશમાં મોકલાય છે. વિદેશી હુંડીયામણ કમાઇ આપતા જખૌ બંદર પર માછીમારોની સુવિધાના નામે મીંડ છે. અન્ય બંદરો પર વધુ ગ્રાન્ટ વપરાય છે.
X
jakhau fishermen not getting facility like other port

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી