• Home
  • Lifestyle
  • Travel
  • Jaisalmer's Famous Sand Festival starts on January 29, you can experience the culture of Rajasthan

રેત ફેસ્ટિવલ 2020 / જેસલમેરનો ફેમસ રેત ફેસ્ટિવલ 29 જાન્યુઆરીથી શરૂ થશે, રાજસ્થાનની સંસ્કૃતિનો અનુભવ માણી શકો છો

Jaisalmer's Famous Sand Festival starts on January 29, you can experience the culture of Rajasthan
Jaisalmer's Famous Sand Festival starts on January 29, you can experience the culture of Rajasthan

  • આ વર્ષે આ ફેસ્ટિવલ જેસલમેરના નારાયણ નિવાસ હવેલી અને નાચના હવેલીમાં યોજાશે
  • ફેસ્ટિવલના પહેલા દિવસે લોગસંગીતનો કોન્સર્ટ હશે
  • ફેસ્ટિવલમાં ફિલ્મ સ્ક્રીનિંગ, ક્રાફ્ટ એક્ટિવિટી, ક્રિએટિવ વર્કશોપ, મ્યુઝિક નાઈટ જેવા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે

Divyabhaskar.com

Jan 23, 2020, 01:59 PM IST

ટ્રાવેલ ડેસ્ક. રાજસ્થાનના રણમાં વસેલુ નાનકડુ સુંદર શહેર એટલે જેસલમેર. ગોલ્ડન ફોર્ટ જેસલમેરની ઓળખ છે. જેસલમેરનું રણ પણ ટૂરિસ્ટોને બહુ આકર્ષિત કરે છે. શિયાળામાં અહીં જોવાલાયક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. રેત ફેસ્ટિવલની દર વર્ષે લોકો રાહ જોતા હોય છે. જેસલમેરનો ફેમસ રેત ફેસ્ટિવલ 29 જાન્યુઆરીથી શરૂ થશે અને તે 2 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વર્ષે આ ફેસ્ટિવલ જેસલમેરના નારાયણ નિવાસ હવેલી અને નાચના હવેલીમાં યોજાશે. તેમાં હેરિટેજ વોક, આર્ટ એક્ઝિબિશન, વર્લ્ડ મ્યુઝિક કોન્સર્ટ, સૂફી મ્યુઝિક, જાતજાતની રાજસ્થાની વાનગીઓની મજા માણી શકશો ઉપરાંત હેરિટેજ હોટેલમાં રહેવાની તક પણ મળશે.


શું છે રેત ફેસ્ટિવલ
ભારતમાં અનેક એવા ફેસ્ટિવલ હોય છે જે ખાસ કલ્ચર અને આર્ટને સેલિબ્રેટ કરે છે. તેમાંથી એક છે રેત ફેસ્ટિવલ. તેની વિશેષતા એ છે કે, સંગીત, કળા-સ્થાપત્ય અને રાજસ્થાનની સંસ્કૃતિનો અનુભવ માણી શકો છો. અહીં તમને નવું નવું ઘણું શીખવા મળશે. જો તમે કલા પ્રેમી હોય તો આ ફેસ્ટિવલ તમારા માટે ખાસ છે.

આ ફેસ્ટિવલના પહેલા દિવસે લોગસંગીતનો કોન્સર્ટ યોજાશે. ત્યારબાદ આ ફેસ્ટિવલમાં ફિલ્મ સ્ક્રીનિંગ, ક્રાફ્ટ એક્ટિવિટી, ક્રિએટિવ વર્કશોપ, મ્યુઝિક નાઈટ જેવા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.


કેવી રીતે જવું

રેલવે
ટ્રેનથી જોધપુર જવાનું રહેશે અને અહીંથી તમે જેસલમેર જઈ શકો છો. જોધપુર રેલવે સ્ટેશનથી જેસલમેર જવા માટે ટ્રેન પણ મળશે. ઉપરાંત તમે ડાયરેક્ટ પણ આ ફેસ્ટિવલમાં પહોંચી શકો છો.


ફ્લાઈટ
જો તમે ફ્લાઈટથી જવા માગતા હો તો તમે જોધપુર સુધી ફ્લાઈટની મુસાફરી કરી શકો છો કેમ કે, તે જેસલમેર જવા માટે સૌથી નજીકનું એરપોર્ટ જોધપુર છે. અહીં તમે કેબ અને પ્રાઈવેટ વાહન કરીને જેસલમેર ડેઝર્ટ ફેસ્ટિવલ માટે પહોંચી શકો છો.

X
Jaisalmer's Famous Sand Festival starts on January 29, you can experience the culture of Rajasthan
Jaisalmer's Famous Sand Festival starts on January 29, you can experience the culture of Rajasthan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી