તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સેવા:જૈન સમાજનું અલાયદું કોવિડ સેન્ટર, ગરીબોને 1 હજારમાં સારવાર

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૈન સમાજ અને જૈનિઝમની વિચારધારા ધરાવનારા લોકો માટે ‘જિતો’ની પહેલ

જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જિતો) દ્વારા કોવિડની મહામારીમાં જૈન સમાજના તેમજ જૈનિઝમની વિચારધારા ધરાવનાર લોકો માટે કોવિડ સેન્ટરની શરૂઆત કરી છે. આ કોવિડ સેન્ટરમાં 30 બેડની વ્યવસ્થા છે,જેમાં દર્દીઓને રાહતદરે સારવાર આપી તેમની સેવા કરવામાં આવે છે. જિતો દ્વારા અગાઉ નરહરિ હોસ્પિટલ સાથે ટાઇઅપ કરીને 10 દર્દીઓને રાહતદરે કોવિડની સારવાર આપી હતી. જેમાં અત્યંત ગરીબ વ્યક્તિને રોજનાે 1 હજાર ચાર્જ લઈ સારવાર અપાય છે. જ્યારે જિતોના કોવિડ સેન્ટરમાં અત્યાર સુધી 7 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

જિતોના ચેરમેન કેતન મહેતાએ જણાવ્યું હતું કે, આર.સી. દત્ત રોડની હોટલ પામ-વ્યૂના સંકુલમાં બનાવાયેલા કોવિડ સેન્ટરમાં વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત નડિયાદ,આણંદ અને ગોધરાથી પણ જૈન સમાજના દર્દીઓ સારવાર માટે આવી શકે છે. જ્યારે કોવિડ સેન્ટરમાં જૈન સમાજના તેમજ જિતો દ્વારા રિફર કરાયેલા દર્દીઓને રાહતદરે સારવાર અપાય છે. જ્યારે સાધુ ભગવંતો માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જિતોના દાતા હેઠળ આ પ્રોજેક્ટ ચલાવાઈ રહ્યો છે. જ્યારે જિતોના કોવિડ સેન્ટરમાં દર્દીનો અલગ રૂમ અને તેના પરિવાર માટે અલગ રૂમ અપાય છે.

આ ઉપરાંત 5 જાતની દવાઓ ફ્રી અપાય છે. 24 કલાક આરએમઓની સેવા ઉપરાંત ડોક્ટરનો પણ કોઈ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. જ્યારે શહેરમાં દર્દીને ઘરેથી લાવવા માટેનો પિકઅપ ચાર્જ કે એમ્બ્યુલન્સ ચાર્જ પણ વસૂલાતો નથી. કોવિડ સેન્ટરમાં બેઝિક ટેસ્ટ ફ્રી કરાય છે. જ્યારે સિટી સ્કેન સહિતના કોસ્ટલી ટેસ્ટ તેમજ 5 દવા સિવાયની બ્રાન્ડેડ અને મોંઘી દવા, રેમડેસિવિર ઈન્જેક્શન પણ રાહતદરે અપાઈ રહ્યું છે. જ્યારે કોઈ દર્દી પાસે ઈન્સ્યોરન્સ હોય તો પણ તેનો લાભ અપાય છે. જૈન સમાજમાં કોઈ અત્યંત ગરીબ પરિવાર હોય અને તેવા પરિવારમાંથી કોઈ વ્યક્તિને કોરોના થયો હોય, તેવા કિસ્સામાં જૈન સંઘો દ્વારા આ ગરીબ પરિવારને સર્ટિફાઈડ કરી અપાય તો તે દર્દી પાસેથી રોજના માત્ર 1 હજારનો ચાર્જ લઈ સારવાર કરાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો