તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Jahanvi Kapoor Attends Sridevi's Prayer Meet In Chennai

જાહન્વી કપૂર માતા શ્રીદેવીની પ્રાર્થનાસભામાં હાજર રહી, કહ્યું-કાશ, તમે અહીંયા હોત

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચેન્નઈઃ બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર તથા તેના પિતા બોની કપૂરે હાલમાં જ ચેન્નઈમાં યોજાયેલ શ્રીદેવીની પ્રેયર મીટમાં હાજરી આપી હતી. જાહન્વીએ સોશિયલ મીડિયામાં પ્રેયર મીટની તસવીરો શૅર કરીને કહ્યું હતું કે કાશ, તમે અહીંયા હોત.

Wish u were here

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જાહન્વી ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી
જાહન્વી કપૂર સાઉથ ઈન્ડિયન આઉટફીટમાં જોવા મળી હતી. તેણે પિંક રંગની હાફ-સાડી સાથે ગોલ્ડન બ્લાઉઝ પહેર્યો હતો. જાહન્વી પરિવારના સભ્યો સાથે ઘણી જ ખુશ જોવા મળી હતી. બોની કપૂરે પરિવારના સભ્યો સાથે પોઝ આપ્યો હતો. જાહન્વીએ ઈન્સ્ટા સ્ટોરીમાં માતાની તસવીરો શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં શ્રીદેવી તથા બોની કપૂર હતાં અને અન્ય એક શ્રીદેવીના નાનપણની તસવીર હતી. 

24 ફેબ્રુઆરી બીજી ડેથ એનિવર્સરી હતી
જાહન્વીએ 24 ફેબ્રુઆરીના રોજ માતાની બીજી ડેથ એનિવર્સરી પર માતા સાથેની નાનપણની તસવીર શૅર કરીને કહ્યું હતું. જાહન્વી કપૂરે રોજ તમને યાદ કરું છું.

Miss you everyday

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

54ની ઉંમરમાં આકસ્મિક નિધન
24 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવીનું દુબઈની હોટલના રૂમમાં બાથટબમાં ડૂબી જવાને કારણે આકસ્મિક નિધન થયું હતું. શ્રીદેવી અહીંયા પતિ બોની કપૂર તથા દીકરી ખુશી સાથે નણંદ રીના કપૂરના દીકરા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા આવી હતી. જાહન્વી કપૂર ફિલ્મ ‘ધડક’ના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી લગ્નમાં હાજરી આપી શકી નહોતી. જોકે, દુબઈમાં શ્રીદેવીનું આકસ્મિક અવસાનથી માત્ર પરિવારને જ નહીં બોલિવૂડ અને ચાહકોને ઘેરો આઘાત લાગ્યો હતો.

જાહન્વી ‘અંગ્રેજી મીડિયમ’ના ગીતમાં જોવા મળી
‘અંગ્રેજી મીડિયમ’નું નવું સોન્ગ ‘કુડી નું નચને દે’ રિલીઝ થયું હતું. આ ગીતમાં બોલિવૂડની 8 એક્ટ્રેસે એક્ટિંગ કરી છે, જેમાં કેટરીના કૈફ, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, જાહન્વી કપૂર, અનન્યા પાંડે, કિઆરા અડવાણી, કૃતિ સેનન અને ફિલ્મની એક્ટ્રેસ રાધિકા મદાન છે. આ ગીતને વિશાલ દદલાણી અને સચિન-જીગરે ગાયું છે. સચિન અને જીગરે જ આ ગીતને કમ્પોઝ કર્યું છે. આ ગીત મહિલાઓને સમર્પિત છે. જાહન્વી ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’, ‘દોસ્તાના 2’, ‘રૂહી અફ્ઝા’ તથા ‘તખ્ત’માં જોવા મળશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો