તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Jagdish Trivedi Primary School Will Be Inaugurate On 12 October In Yagnnagar Of Sayla

12 ઓક્ટો.એ ‘જગદીશ ત્રિવેદી પ્રાથમિક શાળા’નું લોકાર્પણ, કેન્દ્રીયમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
25 વર્ષ સુધી કાર્યક્રમો કરું તો રૂ. 11 કરોડ જેવી માતબર રકમ ગરીબો સુધી પહોંચી શકેઃ જગદીશ ત્રિવેદી

અમદાવાદઃ વિખ્યાત હાસ્ય કલાકાર અને લેખક સખાવત કરવા માટે રાજ્યભરમાં પ્રસિદ્ધ છે. ખાસ કરીને શિક્ષણ પાછળ તેઓ માતબર ખર્ચ કરીને સમાજ અને રાષ્ટ્રનું ઋણ અદા કરી રહ્યા છે. જેના ભાગરૂપે આગામી 12 ઓક્ટોબરના રોજ સાયલાના યજ્ઞનગરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં હસ્તે ‘જગદીશ ત્રિવેદી પ્રાથમિક શાળા’નું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમ રુપાલા મુખ્ય અતિથિ તરીકે અને હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
 આ ઉદ્ઘાટન પ્રસંગે આ ત્રણ મહાનુભાવો ઉપરાંત સાહિત્યકારો વિનોદ જોશી, ભદ્રાયુ વછરાજાની તથા જય વસાવડા પણ પ્રાસંગિક વકતવ્યો રજૂ કરશે.

50 વર્ષ પુરા થતા ત્રણ પ્રતિજ્ઞા લીધી
આ સિવાય અનેક કલાકારો, લેખકો, કવિઓ, સંતો અને વિવિધ સમાજના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આ સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ થશે ત્યારે જગદીશ ત્રિવેદી દ્વારા થયેલું વ્યક્તિગત દાન એક કરોડ રુપિયાને પાર કરશે. જગદીશ ત્રિવેદીએ 12 ઓક્ટોબર 2017ના રોજ જગદીશ ત્રિવેદીએ જીવનનાં 50 વર્ષ પુરા કર્યા ત્યારે ત્રણ પ્રતિજ્ઞા લીધી હતી કે, હું જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્ર પહેરીશ, જીવનમાં ક્યારેય વાળ કાળા કરીશ નહીં. હું આજીવન દેશ-વિદેશમાં હાસ્યના કાર્યક્રમો કરતો રહીશ પણ હવેથી કમાણીની તમામ રકમ જરુરિયાતમંદ લોકોના આરોગ્ય અને શિક્ષણ માટે દાન કરીશ. એમાંથી એક કાણી પાઈ પણ મારા ઘેર લાવીશ નહીં. 

જગદીશ ત્રિવેદીએ બે વર્ષમાં રૂ. 1 કરોડ 11 હજારનું દાન કર્યું
જગદીશ ત્રિવેદીએ નિવૃત્તિના પ્રથમ વર્ષમાં રૂ. 44 લાખ 10 હજાર 555ના કાર્યક્રમો કર્યા અને બીજા વર્ષાંતે રૂ. 71 લાખ 97 હજાર કાર્યક્રમો કર્યા. આમ નિવૃત્તિના બે વરસમાં 1 કરોડ 16 લાખ 555 રુપિયાના કાર્યક્રમો કર્યા અને પ્રથમ વર્ષે કુલ 42 લાખ 18 હજાર 555 અને બીજા વર્ષે કુલ 57 લાખ 93 હજાર 431 રુપિયાનું દાન કરી બે વર્ષમાં પોતાના હાથે થયેલા દાનની રકમ 1 કરોડ 11 હજાર 986 સુધી પહોંચાડી સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે.

અનેક શાળા અને હોસ્પિટલોને દાન આપ્યું
આ દાનમાંથી તેમણે પોતાના વતન થાનગઢમાં બે સરકારી પ્રાથમિક શાળા જ્યાં તેમના માતા-પિતા શિક્ષકની નોકરી કરતા હતાં, તેમાં નવનિર્માણ કરાવી આપ્યું અને સાયલાના યજ્ઞનગર જેવા સાવ પછાત વિસ્તારમાં તો આખેઆખી શાળા પાયામાંથી ચણી આપીને બહુ મોટી સખાવત કરી. તદુપરાંત તેમણે શેઠ લલ્લુભાઈ આરોગ્ય મંદિર- સાવરકુંડલા, બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ-રાજકોટ, એચ.એલ. ત્રિવેદી કીડની હોસ્પિટલ-અમદાવાદ અને નિઃશૂલ્ક ડાયાલિસિસ સેન્ટર-સુરેન્દ્રનગર જેવી સંસ્થાઓને મોટી રકમનાં અનુદાન કર્યું છે. આજ દિવસ સુધીમાં ઘણાં વિદ્યાર્થીઓની ફી અને ઘણાં દર્દીઓની સારવાર તેમણે કરાવી છે.

રૂ. 11 કરોડનું દાન કરવાની નેમ પુરી કરવા જરૂર પડી તો મિલકત પણ વેચશે
જગદીશ ત્રિવેદીએ નિવૃત્તિના પ્રથમ વર્ષે રૂ.44 લાખના કાર્યક્રમો કર્યા પછી તેમને વિચાર આવ્યો કે આ રીતે 25 વર્ષ સુધી કાર્યક્રમો કરું તો બરાબર 11 કરોડ રુપિયા જેવી માતબર રકમ ગરીબો સુધી પહોંચી શકે. તેમણે 21 ફેબ્રુઆરી 2019ના રોજ થાનગઢ શાળાનાં લોકાર્પણ સમયે જાહેરાત કરી દીધી કે હું મરતાં પહેલા કુલ 11 કરોડ રુપિયાનું દાન કરીશ. વળી તેમને વિચાર આવ્યો કે 75 વર્ષ સુધી શરીર સાથ ના આપે અથવા કલાકારનો ક્રેઝ ખત્મ થઈ જાય અને લોકો કાર્યક્રમો ન આપે તો શું કરવું? ત્યારબાદ તેમણે બીજી ક્ષણે જાહેરાત કરી કે 11 કરોડમાં કંઈ ઓછું રહેશે તો મેં સ્વબળે વસાવેલી એક-બે સ્થાવર મિલકત વેચીને પણ 11 કરોડનું દાન કરીશ. જગદીશ ત્રિવેદીએ કહ્યું કે જો હું એમ કરી શકીશ તો મને લાગશે કે હું આ ધરતી ઉપર આવીને 60-70 વર્ષ રહ્યો તેનું ભાડું ચૂકવીને મરુ છું.

મોરારિબાપુથી લઈ ગુણવંત શાહે શું કહ્યું

મને એવુ લાગે છે કે અર્થ-ઉપાર્જનનો ત્યાગ એ જ કરી શકે જેને જીવનનો અર્થ સમજાઈ ગયો છે. જગદીશભાઈના ત્યાગની પાછળ એમને જેનામાં શ્રદ્ધા છે એવા પાંચ પરિબળોએ બળ આપ્યું છે, એટલે આ માણસમાં અહંકાર આવશે નહીં, એવી મને શ્રદ્ધા છેઃ મોરારિબાપુ

જગદીશને આપણે સૌ લાખ શગ મોતીડે વધાવીએ. એણે અર્થ-ઉપાર્જનમાંથી મુક્ત થવાનું પગલું લીધું છે એ જેવું-તેવું પગલું નથી. સાધુઓ પણ આવું પગલું ભરી શકતા નથી. જગદીશ સાંજે એક નવા પ્રકારની સાધુતા ધારણ કરી રહ્યો છે. ભગવાન એને સફળતા આપેઃ ગુણવંત શાહ

જગદીશ નામનું બીજ વૃક્ષ થઈને મહોરી ઉઠ્યું અને અનેકને છાંયડો કરવા તત્પર છે. જેઓ સંસાર ત્યજી સાધુ બન્યા છે અને તેઓ પણ મોટા વાડા વાળી પાછલા છીંડામાંથી સંસાર માંડીને બેઠા છે, ત્યારે જગદીશે સંસારમાં રહીને સાધુતા શોભાવી છેઃ વર્ષા અડાલજા

વાનપ્રસ્થાશ્રમમાં ચરિત્રની પવિત્રતા અને સાત્ત્વિક ભાવની શુદ્ધતા સાથે અપરિગ્રહ પર ભાર મુક્યો છે. જગદીશભાઈએ હવે પછીના કાર્યક્રમો થનારી સંપૂર્ણ આવક શિક્ષણ અને આરોગ્યમાં આપવાનો શભ સંકલ્પ કર્યો છે. જે આપે છે તે હકીકતમાં પામે છે: કુમારપાળ દેસાઈ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો