ચૂંટણી ન લડવાનો સ્વૈચ્છિક નિર્ણય કમનસીબ: ઠાકોર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાટણના સાંસદે હાઈકમાન્ડ સમક્ષ વ્યથા ઠાલવી

પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડવાનો વર્તમાન સાંસદ જગદીશ ઠાકોરે સ્વેચ્છાએ નિર્ણય લીધો હતો, પરંતુ આવો નિર્ણય કરવાને કમનસીબ ઘટના ગણાવી હતી. શુક્રવારે દિલ્હીમાં મોવડીમંડળ સાથે મળેલી મેરેથોન બેઠકમાં જગદીશ ઠાકોરે આ વ્યથા ઠાલવી હતી.

લોકસભાની ચૂંટણી નહીં લડવાના મુદ્દે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી ખતમ કરવાના તથા ચૂંટણી ન લડવા માટે દબાણ કરાયું હોવાના મુદ્દે ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે. છેલ્લા એક સપ્તાહથી ઠાકોર સમાજ વિવિધ બેઠકો યોજી સમાજના મોભીને ન્યાય અપાવવા અંગે ચર્ચા કરી રહ્યો છે. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે પક્ષમાં જે મુશ્કેલીઓ પડી રહી છે તે અંગે રાષ્ટ્રીય નેતાઓને જાણ કરી હતી. પક્ષમાં કોઈ સિસ્ટમ ન હોવાથી પક્ષના હિ‌તમાં નિર્ણય લેવો પડયો છે.

આગળ વાંચો વધુ વિગત