આંધ્રપ્રદેશ / જગનમોહન રેડ્ડીએ આંધ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા, ચંદ્રબાબુ ગેરહાજર

  • ખરાબ હવામાનના કારણે શપથ ગ્રહણ કાર્યક્રમને ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં શિફ્ટ કરી દેવાયો 
  • જગનમોહને તેમના શપથગ્રહણમાં વડાપ્રધાન મોદીને નિમંત્રણ આપ્યું  

Divyabhaskar

May 30, 2019, 01:26 PM IST

વિજયવાડાઃ YSR કોંગ્રેસ પ્રમુખ વાયએસ જગનમોહન રેડ્ડીએ આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમને રાજ્યપાલ નરસિમ્હા રાવે શપથ લેવડાવ્યા હતા. તેલંગાણાના અલગ થયા બાદ જગનમોહન રેડ્ડી આંધ્રના બીજા મુખ્યમંત્રી છે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં દ્રમુક પાર્ટીના પ્રમુખ એમકે સ્ટાલિન અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ હાજર રહ્યા હતા.

જગનમોહને વિજયવાડાના 46 વર્ષ જૂના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં શપથ લીધા છે. પહેલા શપથ ગ્રહણ કાર્યક્રમ આઈજીએમસી સ્ટેડિયમમાં યોજાયો હતો. તૈયારીઓ પુરી થઈ ગઈ હતી,પરંતુ ભારે વરસાદ અને તોફાનો તમામ તૈયારીઓ પર પાણી ફેરવી દીધું હતું. ત્યારબાદ શપથ ગ્રહણ કાર્યક્રમને ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં શિફ્ટ કરાયો હતો.

શપથ ગ્રહણ સમારોહમાં ચંદ્રબાબુ ગેરહાજરઃ 46 વર્ષના જગનમોહન આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી YS રાજશેખર રેડ્ડીના પુત્ર છે. આ પહેલા તેઓ કડપા લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચુક્યા છે. વિધાનસભા ચૂંટણીમાં તેમણે તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂને હરાવ્યા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જગનમોહને ફોન કરીને ચંદ્રબાબુને આમંત્રિત કર્યા હતા, પરંતુ નાયડૂએ કાર્યક્રમથી દુર રહેવાનો નિર્ણય કર્યો હતો.

જગનની પાર્ટી YSR કોંગ્રેસે રાજ્ય વિધાનસભાની 175 બેઠકોમાંથી 151 બેઠકો જીતી છે. સાથે જ લોકસભાની 25માંથી 22 બેઠકો પર જીત નોંધાવી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી