કચ્છ / જડોદરમાં વીજ કંપની સામે જબ્બર વિરોધ

Jabodar protests against power company

  • પોલીસ રક્ષણ હેઠળ  જમીન માપણી માટે  ટીમ પહોંચતા ગ્રામજનો સીમમાં ધસી ગયા : ગૌચરમાંથી 50 એકરમાં ભાગ પાડવા સામે રોષ

Divyabhaskar.com

Nov 18, 2019, 08:36 AM IST
નખત્રાણાઃ કચ્છમાં ગામે-ગામ જ્યાં જ્યાં નજર પડે ત્યાં પવનચક્કી દેખાય છે અને તેના થકી પર્યાવરણ પર થનારી અવળી અસરે ચર્ચા જગાવી છે તે વચ્ચે રવિવારે નખત્રાણા નજીક આવેલા જડોદર(કોટડા) ગામે એક વીજ કંપની દ્વારા પોલીસ રક્ષણ સાથે જમીન માપણીનું કામ હાથ ધરાયું હતું. આ જમીન ગામના ગૌચર માટે હોવાના દાવા સાથે ૩૦૦ થી ૩૫૦ ગ્રામજનો સ્થળ પર જઇને વિરોધ કરતા હંગામો થયો હતો.
ગામના સરપંચ સમેજા અબ્દુલા હુસેને જણાવ્યું હતું કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે રવિવારે સરકારી રજાનો દિવસ હોવા છતાં પોલીસ પ્રોટેકશન મેળવીને ડીઆઇએલઆર કચેરીના અધિકારીઓ દ્વારા માપણીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. લોકોને આ બાબતની જાણ થતા સ્થળ પર ધસી ગયા હતા અને એક તબક્કે કામ અટકાવ્યું હતું.
સરપંચના કહેવા મુજબ ૧૯૭ એકર જમીનમાંથી ૫૦ એકર જમીનમાં કંપનીને સબ સ્ટેશન બનાવવું છે. એની સામે જ ગામના લોકોને વાંધો છે. આ જમીનની આજુબાજુમાં ૩ ડેમ અને ૪ તળાવ આવેલા છે. આજુબાજુના સાત ગામના પથી ૬ હજાર પશુઓ અહીં ચરિયાણ માટે આવે છે. ગ્રામજનો વતીથી સરપંચે જિલ્લા કલેકટર, નખત્રાણાના નાયબ કલેકટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ ભુજના ડીઆઇએલઆરને પણ પત્ર લખીને વાંધો નોંધાવ્યો છે.
આમરણાંત ઉપવાસ પણ અગાઉ થયેલા
સરપંચના કહેવા અનુસાર પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપની બળજબરી પૂર્વક માપણીનો પ્રયત્ન કરી રહી છે તે જમીન જડોદર ગામની ગૌચર જમીન છે. જમીનની સરકારી રેકર્ડ પર માપણી કરવા બાબતે તથા રેકર્ડ બનાવવા બાબતે આજથી દોઢેક વર્ષ અગાઉ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેનો નિકાલ ન આવતા એકાદ વર્ષ પહેલા આમરણાંત ઉપવાસ પર બેસતા નખત્રાણાના તાલુકા વિકાસ અધિકારીએ લેખિતમાં એવી ખાત્રી આપી હતી કે બે-ત્રણ મહિનામાં કાર્યવાહી થશે.
X
Jabodar protests against power company

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી