અભિનંદન / લિઝા હેડને ઇન્સ્ટાગ્રામ પર બીજા દીકરા લીઓનો ફોટો શેર કર્યો, 2016માં ડીનો લાલવાણી સાથે લગ્ન કર્યાં હતાં

It's A Boy For Lisa Haydon And Dino Lalvani, They Named Him Leo
It's A Boy For Lisa Haydon And Dino Lalvani, They Named Him Leo

Divyabhaskar.com

Feb 15, 2020, 06:49 PM IST

બોલિવૂડ ડેસ્ક: 33 વર્ષીય એક્ટ્રેસ લિઝા બીજીવાર માતા બની છે. તેણે સોશિયલ મીડિયા પર તેના બંને દીકરાનો ફોટો શેર કર્યો છે. પહેલા દીકરા ઝેક સાથે બીજા દીકરા લીઓનો ફોટો શેર કરી તેણે લખ્યું કે, ‘સ્પીચલેસ થઇ ગઈ છું અને તમને બંનેને જોવા ખૂબ ગમે છે. મને વિશ્વાસ નથી થતો કે હું તમારી માતા છું.’

લિસાએ બિઝનેસમેન ડીનો લાલવાણી સાથે 2016માં લગ્ન કર્યાં હતાં. પહેલા બાળક ઝીકનો જન્મ 2017માં થયો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં તેણે સેકન્ડ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

લિઝાએ 2010માં ‘આઈશા’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. ત્યારબાદ તે ‘ક્વીન’, ‘એ દિલ હૈ મુશ્કિલ’, ‘ધ શોકિન્સ’, ‘રાસકલ્સ’ અને ‘હાઉસફુલ 3’ જેવી ફિલ્મોમાં દેખાઈ હતી. તે ‘ધ ટ્રિપ’ નામની વેબ સિરીઝમાં પણ દેખાઈ હતી. ઉપરાંત તેણે ટોપ મોડેલ ઇન્ડિયા ટીવી શોના જજ તરીકે પણ કામ કર્યું હતું.

X
It's A Boy For Lisa Haydon And Dino Lalvani, They Named Him Leo
It's A Boy For Lisa Haydon And Dino Lalvani, They Named Him Leo
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી