તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:રૂપેણબંદરેથી મંજૂરી વગર જ 3 હોડી દરિયો ખેડતી હોવાનું ખૂલ્યું

દ્વારકા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોડીના કાગળો માંગતા કોઇ પણ જાતના કાગળો ન મળી આવ્યા

દ્વારકાના રૂપેણ બંદર પર અમુક નાની હોડીઓ ફીશરીઝ ઓફિસે નોંધણી કરાવ્યા વગર સમુદ્રમાં માછીમારી કરવા જતી હોવાનું એસઓજી અને એલસીબી પોલીસને ધ્યાને આવતા રૂપેણબંદર પર ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં નિયમોનો ઉલાળિયો કરી સમુદ્ર ખેડતી 28 હોડીઓ પકડી પાડી હતી.જેમાંથી 3 હોડી તો મંજુરી વગર જ દરિયો ખેડતી હોવાનું ખુલ્યું છે. હજુપણ બોટોનું ઘનિષ્ઠ ચેકિંગ થાય તો અનેક ગેરરીતિઓ સામે આવે તેમ છે.

દ્વારકાના રૂપેણ બંદર પર એસઓજી પોલીસ દ્વારા 28 જેટલી નાની હોળીઓને કાગળોમાં અધૂરી અને શંકાસ્પદ માહિતીને કારણે દ્વારકા પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. 28 જેટલી નાની હોડીઓના કોલમાં અમુક કાગડો ઓછા હતા તેમજ રૂપેણ બંદરની ઓફિસે નોંધણી કરાવ્યા વગર અરબી સમુદ્રમાં માછીમારી કરવા જતા રહેતા હોવાનું જાણવા મળતા તમામ 28 બોટ માલિકો ઉપર ધોરણસરની કાર્યવાહી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી અને એસઓજી દ્વારા એક રિપોર્ટ તૈયાર કરીને ઓખા ફિશરીઝ અધિકારીને આપવામાં આવ્યો હતો.દરમિયાન એસઓજી પોલીસ દ્વારા 28 હોડીઓના કાગળો ચકાસતા જે પૈકીની 3 હોડી તો કોઇ પણ જાતની મંજુરી વગર દરિયામાં માછીમારી કરતી હોવાનું સામે આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો