તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:ટેકાના ભાવે ડાંગર ખરીદવાની વ્યવસ્થા ગોઠવવા માંગ કરાઇ

ટકારમા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડની મંડળીની સરકારને રજૂઆત

રાજ્ય સરકારે તાજેતરમાં ડાંગરના ટેકાના ભાવ પ્રતિ કિવન્ટલ રૂા.1868 જાહેર કરવા છતાં આ ભાવો ખેડૂતોને મળતા ન હોવાથી ધી ઓલપાડ ગૃપ કો.ઓ.તુવેર એન્ડ ભોયસીંગ સેલ .સોસાયટી(દાળિયા), જહાંગીરપુરા-સુરતના પ્રમુખ બળવંત આર.પટેલે રાજ્ય સરકારને ડાંગરની ખરીદી સહકારી મંડળીઓ પાસેથી કરવાની વ્યવસ્થા ગોઠવવા રજુઆત કરી છે.રાજ્ય સરકારના મંત્રીને રજૂઆતમાં જણાવ્યું કે મંડળીઓ દ્વારા દર વર્ષે છ લાખ કિવન્ટલથી વધુ (10 લાખ ગુણી) ડાંગરનું વેચાણ કરવામાં આવે છે. તેમણે વધુ રજુઆત કરતા જણાવ્યું કે હાલમાં રાજ્ય સરકારે ડાંગરના ટેકાના ભાવ પ્રતિ કિવન્ટલ રૂા.1868 (1 મણ દીઠ રૂા.373.60)જાહેર કરેલ છે, તે આનંદદાયક છે.

પરંતુ વેપારીઓ ટેકાના ભાવ કરતા પણ નીચા ભાવે ડાંગરની ખરીદી કરતા હોવાથી સરકારે જાહેર કરેલ ડાંગરના ટેકાના ભાવો દરેક ખેડૂતોને કદી મળતા નથી. જ્યારે કુદરતી આફતથી ડાંગરના પાકને નુકશાન સહિત દવા, ખાતર, મજુરી પછી પણ ડાંગરના પાકનો ઉતારો ઓછો આવતા ખેડૂતોને રાજ્ય સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ ન મળતા તેઓને આર્થિક નુકશાન થઇ રહ્યું છે. જ્યારે સરકાર દ્વારા દરેક ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવાનું શક્ય ન હોવાથી ખેડૂત સભાસદોએ સહકારી મંડળીઓમાં જમા કરાવેલ ડાંગરની ખરીદી સરકાર પોતે ટેકાના ભાવથી કરે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવો ચુકવી શકાય તેમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો