તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આદેશ:સુમનદીપનું દબાણ તોડવાના આદેશ માટે 5 વર્ષ લાગી ગયાં

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ સંચાલકો હુકમને ઘોળીને પી ગયા હતા

સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકોએ જમીનમાં નકશા વિરુદ્ધ ગેરકાયદેસર ઊભું કરેલું 33,350 ચો.મી.નું બાંધકામ તોડવાનો આદેશ આપવા તંત્રને 5 વર્ષ લાગ્યાં હતાં. ત્યાર બાદ પણ તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ પોતાના હાથ ઊંચા કરી આ કામગીરી ગ્રામ પંચાયતને આપી દીધી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લાં 5 વર્ષથી આ બાંધકામ ગેરકાયદે હોવા છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન લેવાઈ નહતી. જ્યારે કલેક્ટરનો હુકમ આવ્યો ત્યાર પછી પણ બાંધકામ તોડવા અંગે પણ વિવાદ સર્જાયો છે. જિલ્લા પંચાયતમાં 25 ફેબ્રુઆરી, 2016ના રોજ સામાન્ય સભામાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે દરખાસ્ત લવાઈ હતી. તે વખતે પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નહતાં. મહેસૂલ વિભાગના પત્રના 3 વર્ષ બાદ આખરે કલેક્ટર દ્વારા બાંધકામ દૂર કરવા માટે હુકમ કરવો પડ્યો હતો. જે હુકમને પણ સુમનદીપના સંચાલકો ઘોળીને પી ગયા હતા અને જાતે આ બાંધકામ દૂર કર્યું ન હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો