• Home
  • National
  • Is spreading an infectious disease a crime according to the laws of our country?

કોરોનાવાયરસ / શું ચેપી બીમારીને ફેલાવવી આપણા દેશના કાયદા પ્રમાણે ગુનો બને છે ?

Is spreading an infectious disease a crime according to the laws of our country?

  • અલગ અલગ સમયે કોર્ટ દ્વારા આ કલમ અંતર્ગત કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 06:05 PM IST

નેશનલ ડેસ્ક: કોઇ પણ પ્રકારની રસીના અભાવમાં કોરોનાવાયરસને ફેલાતો અટકાવવા માટે સૌથી અગત્યનું પગલું છે એકબીજાથી અંતર જાળવવું. તેને સોશિયલ ડિસ્ટન્સિંગ કહેવાય છે. ભીડ એકઠી ન થાય, લોકો એકબીજાના સંપર્કમાં બને તેટલા ઓછા પ્રમાણમાં આવે તેના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોઇ બદઇરાદાથી જાણીજોઇને જો બીમારીને ફેલાવવાનો પ્રયાસ કરે, તો શું તે કાયદાકીય રીતે ગુનાની શ્રેણીમાં આવે છે?

સંક્રમણ ફેલાવવું ગુનો બને છે
IPC (ઇન્ડિયન પીનલ કોડ)ની કલમ 269 અને 270 અંતર્ગત કોઇ વ્યક્તિના જીવનને ખતરો રહે તેવી બીમારીને ફેલાવવા બદલ દંડની જોગવાઇ છે. IPC કલમ 269 પ્રમાણે જો કોઇ જીવનને ખતરો બને તેવા સંક્રમણને અજાણતા અથવા તો ગેરકાયદે રીતે ફેલાવે તો તેને વધુમાં વધુ 6 મહિના સુધીની જેલ અથવા દંડ અથવા તો બન્ને લાગૂ પડી શકે છે.

IPCની કલમ 270 પ્રમાણે જો કોઇ દ્વેષપૂર્ણ રીતે બીમારીને ફેલાવવાનું કૃત્ય કરે છે તો તેને વધુમાં વધુ બે વર્ષ , દંડ અથવા તો બન્નેની સજા થઇ શકે છે. 269ની સરખામણીએ આ કલમમાં દ્વેષપૂર્ણ રીતે બીમારીને ફેલાવવાનું જણાય તે મુદ્દો અંકિત કરવામાં આવ્યો છે. આ બન્ને કલમમાં એ વાત પણ મહત્વની છે કે બીમારી ફેલાવવામાં કોઇ વ્યક્તિ સામેલ જણાય ત્યારે તેને એ વાતની ખબર હોય કે તેના દ્વારા એ બીમારી ફેલાઇ શકે છે અને તેને એ વાતની માહિતી હોય.

આ કલમ અંતર્ગત ઘણા કેસ સામે આવ્યા છે

1. ઓક્ટોબર 1, 2001ના દિલ્હી હાઇકોર્ટ સામે અબોર્શનનો એક કેસ સામે આવ્યો હતો. ડો. મીરૂ ભાટીયા પ્રસાદ Vs રાજ્ય સામેના કેસમાં જજ એસ.કે. અગ્રવાલે ટ્રાયલ કોર્ટને સેક્શન 269 અંતર્ગત ડોક્ટર સામે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કહ્યું હતું. ફરિયાદ એવી હતી કે ડોક્ટરે એક પ્રક્રિયામાં જે નીડલ વાપરી હતી તેના લીધે ઇન્ફેક્શન થયું અને સરવાળે અબોર્શન કરવાની ફરજ પડી હતી.

2. સંજય ગોએલ Vs ડોંગ્સન ઓટોમોટિવ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના કેસમાં મદ્રાસ હાઇકોર્ટે 5 ઓગસ્ટ, 2016ના નિર્ણય આપ્યો હતો. આ કંપનીની ફેક્ટરીમાંથી સંક્રમણ ફેલાય તેવા ડસ્ટ પાર્ટીકલનો કચરો આસપાસના વિસ્તારમાં ઠાલવવામાં આવતો હતો. તેનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું હતું કારણ કે મચ્છરોનો ભરાવો થઇ રહ્યો હતો. કોર્ટે ત્યારે કહ્યું કે પ્રાઇમા ફેસી રીતે અલગ અલગ કલમ સાથે IPC 269નો ગુનો પણ બને છે.

X
Is spreading an infectious disease a crime according to the laws of our country?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી