સીરિયા / ISએ ઓડિયો જાહેર કરી બગદાદીના મોતને સમર્થન આપ્યું, અબૂ ઇબ્રાહિમ નવો લીડર

બગદાદીની ફાઇલ તસવીર
બગદાદીની ફાઇલ તસવીર

  • ISના પ્રવક્તા અબૂ હમઝા અલ-કુરેશીએ ઓડિયો મેસેજથી બગદાદીના મોતને સમર્થન આપ્યું
  • સીરિયામાં અમેરિકાની આર્મીના સ્પેશ્યલ ઓપરેશનમાં અબૂ બકર-અલ-બગદાદી માર્યો ગયો હતો 

Divyabhaskar.com

Nov 01, 2019, 02:10 AM IST
બેરુત: આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS)એ ગુરૂવારે અબૂ બકર અલ-બગદાદીના મોતને સમર્થન આપ્યુ હતું. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર ISએ ઓડિયો મેસેજમાં જણાવ્યુ છે કે અબૂ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરેશીને બગદાદીના સ્થાને સંગઠનનો નવો લીડર બનાવવામાં આવે છે. પ્રવક્તા અબૂ હમઝા અલ-કુરેશીએ કહ્યુ કે, આસ્થા રાખનારાઓના નેતા, અમને તમારા મોત પર દુખ છે.
આ પહેલા બગદાદીના મોતને લઇને જુદાજુદા દાવાઓ કરવામાં આવતા હતા. અમેરિકાના સુરક્ષા વિભાગ પેંટાગોન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોમાં અંતર હતું. ટ્રમ્પે બગદાદી અંતિમ સમયે રડવા લાગ્યો હતો તેમ કહ્યું હતું. જ્યારે પેંટાગોને આવી કોઇ જાણકારી ન હોવાનું કહ્યુ હતું.
પેન્ટાગને બગદાદીના હુમલાનો વીડિયો-તસ્વીરો જાહેર કરી
અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટાગને ઈસ્લામિક સ્ટેટ(IS)ના લીડર અબુ બકર અલ બગદાદી પર હુમલાનો વીડિયો અને તસ્વીર જાહેર કરી છે. સેન્ટ્રલ કમાનના કમાન્ડર જનરલ કેનેથ મૈકેંજીએ બુધવારે પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન આ માહિતી આપી છે.
મૈકેંજીએ કહ્યું કે બગદાદી જ્યાં રહ્યાં હતા, તે વીડિયો તે પરિસર પર હુમલો કરનારા જવાનોનો છે. હુમલામાં આઈએસના કુલ 6 સભ્યોના મોત થયા હતા. તેમાં 4 મહિલાઓ અને બગદાદી સહિત બે યુવક સામેલ હતા. જ્યારે બગદાદીએ પોતાને ઉડાવ્યા તો તેમાં 12 વર્ષથી ઓછી ઉંમરના 2 બાળકોનો મોત થયા હતા. પરિસરથી બહાર આવનારા નોન-ફાઈટર વિમાનોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને તેની શોધખોળ કરવામાં આવી હતી. હથિયાર અને વિસ્ફોટક ન મળ્યા બાદ તેમને છોડવામાં આવ્યા. આ સમુહમાં 11 બાળકો સામેલ હતા.
રવિવારે ટ્રમ્પે બગદાદીને ઠાર કરાયો હોવાની જાહેરાત કરી હતી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સીરિયામાં અમેરિકાની સેનાના સ્પેશિયલ ઓપરેશનમાં બગદાદીને ઠાર કરાયો હોવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બગદાદી ઘણાં સમયથી નિશાના પર હતો. ઘણાં વર્ષોથી તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી.
ઘણાં વર્ષોથી બગદાદીની શોધખોળ ચાલુ હતી- ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રીય આતંકવાદ નિરોધક કેન્દ્રના કાર્યવાહક નિર્દેશક રસેલ ટ્રેવર્સે બુધવારે કહ્યું કે બગદાદી ઠાર થયા બાદ આઈએસ બે સપ્તાહની અંદર નેતાના નામની જાહેરાત કરશે. આ સિવાય આઈએસએ પશ્ચિમી દેશોમાં હુમલા કરવાની ચેતવણી પણ આપી છે.
X
બગદાદીની ફાઇલ તસવીરબગદાદીની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી