• Home
  • Lifestyle
  • Travel
  • IRTCTC brings Best and Budget Tour Package to Dubai, 4 Night and 5 Day Fare Rs 55 Thousand

ટૂર / IRTCTC દુબઈ ફરવાનું બેસ્ટ અને બજેટ ટૂર પેકેજ લાવ્યું, 4 રાત અને 5 દિવસનું ભાડું 55 હજાર રૂપિયા

IRTCTC brings Best and Budget Tour Package to Dubai, 4 Night and 5 Day Fare Rs 55 Thousand

Divyabhaskar.com

Nov 17, 2019, 04:01 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ ટ્રાવેલર્સ માટે IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન) ડ્રીમ ઓફ સિટી એટલે કે દુબઈ ફરવાનું બેસ્ટ અને બજેટ ટૂર પેકેજ લઇને આવ્યું છે. આ ટૂર પેકેજનું નામ ડેઝલિંગ દુબઈ રાખવામાં આવ્યું છે. આ પેકેજ હેઠળ તમે 50 હજાર રૂપિયામાં દુબઈ ફરી શકો છો.

ટૂરનું પેકેજ તારીખ પ્રમાણે અલગ છે
પ્રવાસની તારીખ 21 ડિસેમ્બર 2019 અને 25 જૂન 2020 છે. આ ટૂર મુંબઇથી દુબઈ રવાના થશે. ટૂરનાં પેકેજની કિંમત ટૂરની તારીખ પ્રમાણે અલગ-અલગ રાખવામાં આવી છે. આ ટૂરમાં, તમે દુબઇના મિરેકલ ગાર્ડન, દુબઇ મ્યુઝિયમ, બુર્જ ખલિફા જેવા સ્થળોની મુલાકાત લઈ શકશો અને આ સાથે તમને દુબઈના મોલ્સમાં ખરીદી કરવાની તક પણ મળશે.

ફ્લાઇટ ડિટેલ્સ
ફ્લાઇટ મુંબઇથી સવારે 4:55 વાગ્યે ઉપડશે અને સવારે 6:35 વાગ્યે શારજાહ પહોંચશે. પરત આવતી ફ્લાઇટ શારજાહથી રાત્રે 11:45 વાગ્યે ઉપડશે અને સવારે 04.15 વાગ્યે મુંબઇ પહોંચશે. આ ટૂર 5 દિવસની છે.

ટૂર શિડ્યૂલ
પ્રથમ દિવસે તમને શારજાહ એરપોર્ટથી દુબઈ લઈ જવામાં આવશે. ત્યાં ઇન્ડિયન રેસ્ટોરાંમાં નાસ્તાની વ્યવસ્થા હળે. ત્યાંથી મિરેકલ ગાર્ડન લઈ જવામાં આવશે. તમને સાંજે ખરીદી માટે સમય મળશે. સાંજે, હોટલથી ક્રૂઝ ફરવા માટે લઈ જવામાં આવશે. બીજા દિવસે, તમે દુબઇ મ્યુઝિયમ, બુર્જ ખલિફા જેવા સ્થળોની મુલાકાત લઈ શકશો. દુબઇ મોલમાં ખરીદીની તક પણ મળશે. ત્રીજા દિવસે તમે દુબઈ માર્કેટમાં શોપિંગ કરી શશો. ચોથા દિવસે, શેખ ઝાયદ મસ્જિદ સહિત અબુધાબીની ટૂર થશે. તેમાં ફરારી વર્લ્ડની ટૂર ઓપ્શનલ હશે. પાંચમા દિવસે, દુબઇના સૌથી મોટા મોલમાંનો એક મોલ અમીરાત ઉપરાંત, સૌથી મોટા થીમ પાર્ક સ્નો પાર્ક પર લઈ જવાશે. ત્યારબાદ પરત શારજાહ લવાશે અને રાત્રે રિટર્નની ફ્લાઇટ હશે.

પેકેજમાં શું સામેલ?
આ પેકેજમાં એર અરેબિયાથી રિટર્ન, દુબઇની સામાન્ય વિઝા ફી, 5 દિવસ બ્રેકફાસ્ટ અને 5 ડિનર સામેલ હશે. તેમાં AC ડીલક્સ બસ મુસાફરી અને ફરવાલાયક સ્થળોનો સમાવેશ પણ કરવામાં આવશે.

X
IRTCTC brings Best and Budget Tour Package to Dubai, 4 Night and 5 Day Fare Rs 55 Thousand

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી