નવી ટ્રેન / IRCTC બે રૂટ પર તેજસ ટ્રેન શરૂ કરશે, સપ્ટેમ્બરથી શરૂઆત થશે

IRCTC will start Tejas train on two routes, starting in September

  •  
  • IRCTCને આ ટ્રેનો પાયલટ પ્રોજેક્ટ તરીકે 3 વર્ષ માટે આપવામાં આવી છે
  • અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલની વચ્ચે તેજસ ટ્રેન શરૂ થશે

Divyabhaskar.com

Aug 20, 2019, 06:04 PM IST

ટ્રાવેલ ડેસ્ક. રેલવેએ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ (IRCTC)ને નવી દિલ્હીથી લખનઉ જંક્શન અને અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલની વચ્ચે તેજસ ટ્રેન દોડાવવાની જવાબદારી સોંપી હતી. આ બંને ટ્રેન સપ્ટેમ્બરથી દોડતી થઈ જશે. રેલવે મંત્રાલયે તૈયાર કરેલા 100 દિવસના એક્શન પ્લાન અંતર્ગત આ પગલું લેવામાં આવ્યું છે. IRCTCને આ ટ્રેનો પાયલટ પ્રોજેક્ટ તરીકે 3 વર્ષ માટે આપવામાં આવી છે. બંને ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે.

દિલ્હીથી લખનઉ તેજસનું શિડ્યૂલ

નવી દિલ્હીથી લખનઉની વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ સવારે 6.10 વાગે લખનઉ જંક્શનથી ઊપડશે. રસ્તામાં આ ટ્રેન કાનપુર અને ગાઝિયાબાદ રેલવે સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેન 12.25 વાગે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પહોંચશે. રિટર્નમાં આ ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનથી સાંજે 4.30 વાગે ઊપડશે. રાતે 10.45 વાગે આ ટ્રેન લખનઉ પહોંચાડશે.

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસનું શિડ્યૂલ

અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલની વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ સવારે 6.40 કલાકે અમદાવાદથી ઊપડશે.બપોરે 1.10 કલાકે આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ પહોંચાડશે.રસ્તામાં આ ટ્રેન વડોદરા અને સુરત રેલવે સ્ટેશન પર ઊભી રહેશે. રિટર્નમાં આ ટ્રેન બપોરે 3.40 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઊપડશે અને રાતે 9.55 કલાકે અમદાવાદ પહોંચાડશે.

હોલેજ કૉનસેપ્ટ પર દોડશે ટ્રેનો

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન આ ટ્રેનોને હોલેજ કન્સેપ્ટ પર દોડાવશે. તે હેઠળ આ ટ્રેનોને ચલાવવાની, તેની ટિકિટ, ઓન બોર્ડ સર્વિસની જવાબદારી IRCTCની રહેશે. એક ટ્રેન અથવા એક કોચને એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી પહોંચાડવા માટે માટે રેલવેને જે ખર્ચ થાય છે તેને હોલેજ (Haulage) કહે છે. રેલવે હોલેજ ચાર્જ હેઠળ જેને પણ ટ્રેન આપશે તેની પાસેથી ગાડીને રેલવેના નેટવર્ક પર દોડાવવામાં આવતા ખર્ચ વસૂલશે અને તેમાંથી થોડો નફો પણ લેશે.

એક ટ્રેન અથવા એક કોચને એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી પહોંચાડવા માટે માટે રેલવેનો જે ખર્ચ થાય છે તેને હોલેજ કહે છે. રેલવે હોલેજ ચાર્જની હેઠળ જેને પણ ટ્રેન આપશે તેને ગાડીને રેલવેના નેટવર્ક પર દોડાવવામાં આવતા ખર્ચ આપશે અને તેમાંથી થોડો નફો પણ લેશે.

X
IRCTC will start Tejas train on two routes, starting in September

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી