સુવિધા / IRCTC તેજસ ટ્રેનના મુસાફરોને હોટલ બુકિંગ અને ટેક્સી સર્વિસની સુવિધા આપશે

IRCTC will provide hotel booking and taxi service to Tejas train passengers

Divyabhaskar.com

Sep 14, 2019, 05:13 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ IRCTC દિલ્હી-લખનઉ અને મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને હોટલ બુકિંગ, ટેક્સી અને બેગેજ પિક-એન્ડ-ડ્રોપ જેવી સેવાઓ પ્રદાન કરશે. રેલવે બોર્ડના અધ્યક્ષ વી.કે. યાદવે આ માહિતી આપી હતી. મુસાફરોને વર્લ્ડ ક્લાસ સર્વિસ પૂરી પાડવા માટે રેલવેએ 100 દિવસની એક યોજના બનાવી છે, જે અંતર્ગત ખાનગી ટ્રેન સંચાલકો લાવવામાં આવી રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ લક્ષ્ય તરફ પ્રથમ પગલું બે તેજસ ટ્રેનોને IRCTCને સોંપવાનું છે.

IRCTC ઘણી વસ્તુઓ લઇને લાવી રહ્યું છે. મુસાફરોને તેમની પસંદગીની ખાવાની સુવિધા, ઘરથી સ્ટેશન અને સ્ટેશનથી ઘર સુધી ટેક્સીની સુવિધા, બેગેજ પિક-એન્ડ-ડ્રોપ, મનોરંજન, વ્હીલચેર અને હોટલ બુકિંગની સુવિધા મળશે. IRCTC કંઈપણ કરવા માટે સ્વતંત્ર છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એરપોર્ટનું સંચાલન કરે છે. એ જ રીતે ખાનગી કંપનીઓ નિર્ધારિત પ્રક્રિયાઓ હેઠળ ટ્રેનો ચલાવશે. વિશ્વભરની પ્રાઇવેટ ટ્રેન કંપનીઓ પણ આ જ રીતે કાર્ય કરે છે.

રેલવે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે, ‘આ તમામ સુવિધા શરૂ કરવામાં થોડો સમય લાગશે પરંતુ અમે નિર્ણય કર્યો છે કે અમે આ દિશામાં કામ કરીશું. અમે બધા હોદ્દેદારો સાથે વાત કરવાનું શરૂ કર્યું છે અને ઘણી કંપનીઓએ આમાં રસ દાખવ્યો છે. ભારતીય રેલવે ટ્રેનો ચલાવવાનું ચાલુ રાખશે, પરંતુ ટૂંક સમયમાં તેનું સંચાલન ખાનગી ઓપરેટર્સ કરશે. તેમજ તેઓ સેવાઓ પણ પૂરી પાડશે. આ યોજનાને આગળ ધપાવવા માટે અમે બે ટ્રેનોને IRCTCને આપવાની મંજૂરી આપી દીધી છે.’

X
IRCTC will provide hotel booking and taxi service to Tejas train passengers

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી