ટૂર / IRCTC વાઘા બોર્ડર, જલિયાવાલા બાગ અને ગોલ્ડન ટેમ્પલનો પ્રવાસ કરાવી રહ્યું છે, ટૂર દિલ્હીથી શરૂ થશે

IRCTC tour package of Wagah border, Jallianwala Bagh and Golden Temple

  • સિંગલ શેરિંગ માટે ભાડું 8,320 રૂપિયા
  • મુસાફરોને ટ્રેન દ્વારા અમૃતસર લઈ જવામાં આવશે
  • 1 રાત અને 2 દિવસનું ટૂર પેકેજ રહેશે

Divyabhaskar.com

Dec 04, 2019, 12:30 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ જો તમે અમૃતસરના સુવર્ણ મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હો તો તો ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) તમારા માટે 1 રાત અને 2 દિવસનું ટૂર પેકેજ લાવ્યું છે. આઈઆરસીટીસીના આ ટૂર પેકેજમાં તમે વાઘા બોર્ડર, જલિયાંવાલા બાગ અને સુવર્ણ મંદિરની મુલાકાત લઈ શકશો. આ પ્રવાસ દિલ્હીથી 13 ડિસેમ્બરે શરૂ થશે. અહીંથી મુસાફરોને ટ્રેન દ્વારા અમૃતસર લઈ જવામાં આવશે. ટ્રેનમાં કમ્ફર્ટ ક્લાસમાં મુસાફરી કરાવવામાં આવશે.

ક્યાં-ક્યાં ફરવા મળશે?
પહેલા દિવસે અમૃતસર પહોંચ્યા પછી હોટલમાં ચેક-ઇન કરાવવામાં આવશે. ત્યારબાદ તમને વાઘા બોર્ડર પર લઈ જવામાં આવશે. બીજા દિવસે તમને સુવર્ણ મંદિર અને જલિયાવાલા બાગ ફરવા માટે લઈ જવામાં આવશે. આ જ દિવસે સાંજે દિલ્હી પરત ફરવાનું રહેશે.

ટૂર પેકેજનું ભાડું

  • જો ટૂર પેકેજમાં 3 લોકોનું સાથે બુકિંગ કરાવવું હોય તો તમારે વ્યક્તિ દીઠ રૂ.5,670નો ખર્ચ કરવો પડશે.
  • 2 લોકોનું બુકિંગ કરાવવા તમારે વ્યક્તિ દીઠ 6,140 રૂપિયા ચૂકવવા પડશે. જો સિંગલ બુકિંગ કરાવવું હોય તો તમારે 8,320 રૂપિયા ચુકવવા પડશે.
  • જો તમારી સાથે બાળક હોય, જેની ઉંમર 5થી 11 વર્ષની હોય અને તમારે અલગ બેડ લેવો હોય તો 4,570 રૂપિયા અને બેડ વગર 3,720 રૂપિયા ભાડું આપવું પડશે.
  • તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.
X
IRCTC tour package of Wagah border, Jallianwala Bagh and Golden Temple

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી