• Home
  • Utility
  • IRCTC's New Rule, Extra Charges have to be paid if they carry extra goods in Tejas Express

રેલવે / IRCTCનો નવો નિયમ, તેજસ એક્સપ્રેસમાં વધારે સામાન લઈ ગયા તો એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે

IRCTC's New Rule, Extra Charges have to be paid if they carry extra goods in Tejas Express

  • એક્ઝિક્યુટિવ ચેર કારના મુસાફરોને 70 કિલો સામાન લઈ જવાની છૂટ આપવામાં આવશે
  • ચેર કારથી મુસાફરી કરનારા લોકો 40 કિલો સુધીનો સામાન લઈ જઈ શકશે
  • 5થી 12 વર્ષની વયનાં બાળકો તેમની સાથે વધુમાં વધુ 50 કિલો સામાન લઈ જઈ શકશે
  • પેટી, સૂટકેસ અથવા કોઈપણ બોક્સનું કદ 100X60X25 સેન્ટિમીટર હોવું જોઈએ. તેનાથી વધુ મોટો અથવા ભારે સામાન વધુ ચાર્જ વસૂલીને બ્રેક વાનમાં મોકલવામાં આવશે

Divyabhaskar.com

Feb 13, 2020, 02:14 PM IST

યુટિલિટી ડેસ્કઃ ભારતીય રેલવેની પહેલી પ્રાઈવેટ ટ્રેન એવી ‘તેજસ એક્સપ્રેસ’માં હવે વિમાનની જેમ વધુ સામાન લઈ જવા પર અલગ ચાર્જ ચૂકવવો પડશે. નવા IRCTCના નિયમો અનુસાર, એક્ઝિક્યુટિવ ચેર કારના મુસાફરોને 70 કિલો સામાન લઈ જવાની છૂટ આપવામાં આવશે. તેમજ, ચેર કારથી મુસાફરી કરનારા લોકો 40 કિલો સુધીનો સામાન લઈ જઈ શકશે. 5થી 12 વર્ષની વયનાં બાળકો તેમની સાથે વધુમાં વધુ 50 કિલો સામાન લઈ જઈ શકે છે. તેમજ, તમારા સામાનનો આકાર પણ પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં તપાસવામાં આવશે. હવે પેટી, સૂટકેસ અથવા કોઈપણ બોક્સનું કદ 100X60X25 સેન્ટિમીટર હોવું જોઈએ. તેનાથી વધુ મોટો અથવા ભારે સામાન બ્રેક વાનમાં મોકલવામાં આવશે, જેના માટે તમારે અલગથી પૈસા ચૂકવવા પડશે. મળતી માહિતી મુજબ, જો ત્યાં લિમિટથી વધારે સામાન થઈ ગયો તો 109 રૂપિયા એક્સ્ટ્રા ફી લેવામાં આવશે.

અન્ય ટ્રેનોમાં અપૂરતા સ્ટાફને કારણે નિયમોનું પાલન નહીં
અન્ય ટ્રેનોમાં પણ સામાન લઈ જવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. પરંતુ રેલવે પાસે પૂરતો સ્ટાફ ન હોવાને કારણે આ નિયમોનું પાલન થતું નથી. તેજસ એક્સપ્રેસના દરેક કોચમાં રેલ હોસ્ટેસ સહિત 3 કર્મચારીઓ હોય છે. તેથી, તેજસમાં આવા નિયમનું પાલન કડકાઈથી થશે.

20 ફેબ્રુઆરીથી ત્રીજી પ્રાઇવેટ ટ્રેન શરૂ થશે
IRCTCની ત્રીજી પ્રાઇવેટ ટ્રેન ઇન્દોરથી વારાણસી વચ્ચે 20 ફેબ્રુઆરીથી ચલાવવામાં આવશે. કાશી મહાકાલ એક્સપ્રેસ નામથી ચાલનારી આ ટ્રેન વારાણસીથી દોડશે અને મહા શિવરાત્રિ પર 21 ફેબ્રુઆરીએ ટ્રેન ઉજ્જૈન થઇને ઇન્દોર પહોંચશે. IRCTC દ્વારા સંચાલિત આ પ્રકારની પહેલી ટ્રેન હશે જેમાં ચેર કાર નહીં હોય પણ સ્લીપર કોચ હશે. IRCTC દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ પર પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસનું સંચાલન કરી રહ્યું છે. આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે.

X
IRCTC's New Rule, Extra Charges have to be paid if they carry extra goods in Tejas Express

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી