• Home
  • Lifestyle
  • Travel
  • IRCTC ; Railway ; Private train will start between Delhi Dehradun via Haridwar IRCTC ; Railway ; Private train will start between Delhi Dehradun via Haridwar

રેલવે / દિલ્હી-દહેરાદૂન વચ્ચે પ્રાઇવેટ ટ્રેન શરૂ થશે, હરિદ્વાર પણ જશે

IRCTC ; Railway ; Private train will start between Delhi Dehradun via Haridwar
IRCTC ; Railway ; Private train will start between Delhi Dehradun via Haridwar

Divyabhaskar.com

Feb 24, 2020, 02:53 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ દેશની ત્રીજી ખાનગી ટ્રેન કાશી મહાકાલ એક્સપ્રેસ શરૂ થયા બાદ હવે ટૂંક સમયમાં દિલ્હી અને દહેરાદૂન વચ્ચે પણ ખાનગી ટ્રેન ચલાવવામાં આવશે. રેલવે મંત્રાલયે હરિદ્વાર થઈને જતી દિલ્હી અને દહેરાદૂન વચ્ચે તેજસ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની સંમતિ આપી છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું કે, માર્ગ ઉપલબ્ધ થતાંની સાથે જ આ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ જશે.

કાશી મહાકાલ એક્સપ્રેસ ફેબ્રુઆરીમાં જ શરૂ થઈ છે
IRCTCની ત્રીજી ખાનગી ટ્રેન 20 ફેબ્રુઆરીથી ઈંદોર અને વારાણસી વચ્ચે ચાલી રહી છે. IRCTC દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઇ વચ્ચેની પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસનું સંચાલન કરી રહ્યું છે.

ટૂંક સમયમાં જ રેલવે 150 ટ્રેનો પ્રાઇવેટ કરશે
રેલવે ટૂંક સમયમાં 150 ટ્રેનો અને 50 સ્ટેશનો પ્રાઇવેટ કંપનીને સોંપી દેશે. રેલવે પ્રધાન અને નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વચ્ચે અનેક તબક્કાની વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સચિવ-સ્તરના એમ્પાવર્ડ ગ્રુપને આ પ્રોજેક્ટ ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

તેજસને પહેલાં મહિને જ 70 લાખ રૂપિાયનો પ્રોફિટ
દેશની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન તેજસ ઓક્ટોબરમાં શરૂ થઈ હતી. ઓક્ટોબરમાં તેને 70 લાખ રૂપિયાનો નફો થયો છે. આ મહિનામાં આ ટ્રેનની ટિકિટના વેચાણથી આશરે 3.70 કરોડની આવક થઈ છે. ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દિલ્હી અને લખનઉ વચ્ચે આ ટ્રેન ચલાવે છે.

X
IRCTC ; Railway ; Private train will start between Delhi Dehradun via Haridwar
IRCTC ; Railway ; Private train will start between Delhi Dehradun via Haridwar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી