• Home
  • Utility
  • IRCTC , Railway, Now passengers can watch first day first show of the film in Tejas Express Train, IRCTC may sign agreement with PVR

કરાર / હવે તેજસમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ફિલ્મ પણ જોઈ શકાશે, IRCTC PVR સાથે કરાર કરવાની તૈયારીમાં

IRCTC , Railway, Now passengers can watch first day first show of the film in Tejas Express Train, IRCTC may sign agreement with PVR

Divyabhaskar.com

Jan 31, 2020, 12:35 PM IST

યુટિલિટી ડેસ્કઃ મુંબઇ-અમદાવાદ તેજસ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ટૂંક સમયમાં ટ્રેનમાં બેઠાં-બેઠાં નવી રિલીઝ થયેલી ફિલ્મો જોવાનો આનંદ માણી શકશે. IRCTC ટૂંક સમયમાં તેનો અમલ કરવા માટે PVR થિયેટર સાથે કરાર કરી શકે છે. આ સાથે, મુસાફરો હવે તેજસમાં જ રિલીઝ થનારી નવી ફિલ્મો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો તરીકે જોઈ શકશે.

IRCTCના પ્રવક્તા નરેન્દ્ર પીપિલે જણાવ્યું કે, આ યોજના હજી પ્રારંભિક તબક્કામાં છે. આ માટે PVR સાથે વાતચીત થઈ રહી છે. જો કે, આ સુવિધાનો ઉપયોગ કરવા મુસાફરોએ અલગથી ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ કેટલો હશે તે અત્યારે નક્કી નથી કરાયું. બીજી પ્રાઇવેટ ટ્રેન તેજસ 19 જાન્યુઆરીથી નિયમિત રીતે અમદાવાદથી મુંબઇ જઇ રહી છે. તે ગુરુવાર સિવાય તમામ દિવસો પર ચાલે છે.

ટ્રેન લેટ થઈ તો રિફંડ મળે છે
ટ્રેન લેટ પડે તો મુસાફરોને 250 રૂપિયા સુધીનું વળતર મળે છે. જો ટ્રેન 1 કલાક મોડી પડે તો 100 રૂપિયા અને 2 કલાક લેટ થવા પર 250 રૂપિયાનું રિફંડ આપવામાં આવે છે. IRCTC તમામ મુસાફરોના મોબાઇલ નંબર પર એક લિંક મોકલે છે. આ લિંક પર ક્લિક કરીને મુસાફરો ક્લેમ કરી શકે છે. ક્લેમ મળવા પર ઇન્શ્યોરન્સ કંપની ક્લેમની ચૂકવણી કરે છે.

ફ્રી ઇન્શ્યોરન્સ મળે છે
તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરનારા લોકોને રૂ. 25 લાખનો ટ્રેન ઇન્શ્યોરન્સ પૂરો પાડવામાં આવે છે. આ સિવાય, મુસાફરી દરમિયાન જો ઘરમાં ચોરી થાય તો તેને 1 લાખ રૂપિયા સુધીનું વળતર મળશે. ખાસ વાત એ છે કે, પ્રવાસીએ આ વીમા માટે કોઈ અલગ ચાર્જ ચૂકવવો પડતો નથી.

X
IRCTC , Railway, Now passengers can watch first day first show of the film in Tejas Express Train, IRCTC may sign agreement with PVR

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી