ટૂર / નેપાળ ફરવા માટે IRCTC ટૂર પેકેજ લાવ્યું, સિંગલ શેરિંગમાં વ્યક્તિ દીઠ ભાડું 39,000 રૂપિયા

irctc nepal tour package 2020 everything about the tour package

Divyabhaskar.com

Dec 18, 2019, 01:15 PM IST
ટ્રાવેલ ડેસ્કઃ જો તમે વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો તો IRCTC તમારા માટે નેપાળ ટૂર પેકેજ લાવ્યું છે. આ 5 રાત અને અને 6 દિવસનાં ટૂર પેકેજ દરમિયાન તમને નેપાળની રાજધાની કાઠમંડુ, પોખરા, પશુપતિનાથ મંદિર, સ્વયંભુનાથ સ્તૂપ અને મનોકામના મંદિર જેવાં સ્થળોએ ફરવા મળશે. બેસ્ટ ઓફ નેપાળ નામની આ ટૂર દિલ્હીથી શરૂ થશે. આ ટૂર પેકેજ હેઠળ તમે તમારી સુવિધા અનુસાર આવતા વર્ષની 21 જાન્યુઆરી, 11 ફેબ્રુઆરી અને 13 માર્ચથી કોઈપણ તારીખે મુસાફરી કરી શકો છો.
ટૂરનું શિડ્યૂલ
 • પહેલાં દિવસે તમને ઈન્ડિગો ફ્લાઇટ દ્વારા દિલ્હીથી કાઠમંડુ લઈ જવામાં આવશે. તમને કાઠમંડુ એરપોર્ટથી હોટલમાં લઈ જવામાં આવશે. તમને પહેલા દિવસે ડિનર કરાવવામાં આવશે.
 • બીજા દિવસે બ્રેકફાસ્ટ કર્યા પછી તમને પશુપતિનાથ મંદિર લઈ જવામાં આવશે. ત્યારબાદ તમને તિબેટીયન શરણાર્થી કેન્દ્ર, પાટણ અને દરબાર સ્ક્વેર પર લઈ જવામાં આવશે. સાંજે સ્વયંભુનાથ સ્તૂપ ફેરવવામાં આવશે અને ત્યાંથી હોટલ પરત લાવવામાં આવશે.
 • ત્રીજા દિવસે તમને કાઠમંડુથી પોખરા લઈ જવામાં આવશે. અહીં રસ્તામાં તમને મનોકામના મંદિર લઈ જવામાં આવશે. પોખરા પહોંચ્યા પછી તમને હોટલે પહોંચાડવામાં આવશે.
 • ચોથા દિવસે સવારે તમને હિમાલય ઉપર સૂર્યોદયનો નજારો બતાવવા લઈ જવાશે. આ દિવસે તમને પોખરાના મહત્ત્વપૂર્ણ સ્થળો જોવાની તક મળશે.
 • પાંચમા દિવસે પોખરાથી કાઠમંડુ લાવવામાં આવશે. છઠ્ઠા દિવસે તમને કાઠમંડુથી દિલ્હી લાવવામાં આવશે.
પેકેજમાં શું સામેલ?
 • IRCTCના આ હોલિડે પેકેજમાં તમને 5 રાત 3 સ્ટાર હોટલમાં સ્ટે આપવામાં આવશે.
 • તમને 5 ટાઇમ બ્રેકફાસ્ટ અને ડિનર મળશે.
 • સાઇટસિઇંગ માટે તમને AC બસ મળશે.
 • આ સાથે ગાઇડની સુવિધા પણ મળશે.
 • 80 વર્ષ સુધીની ઉંમરના લોકોને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મળશે.
 • દિલ્હીથી કાઠમંડુ અને કાઠમંડુથી દિલ્હી સુધી ઇકોનોમી ક્લાસમાં ફ્લાઇટનું ભાડું સામેલ રહેશે.
ભાડું કેટલું રહેશે?
 • જો તમે આ ટૂર પેકેજ પર એકલા જાઓ તો તમારે 39,000 રૂપિયા ચૂકવવા પડશે અને જો ટૂ શેરિંગ હશે તો દરેક વ્યક્તિ પાસેથી 29,950 રૂપિયા લેવામાં આવશે. જો ત્રણ મુસાફરો સાથે મુસાફરી કરી રહ્યા હોય તો વ્યક્તિ દીઠ 29,700 રૂપિયા વસૂલવામાં આવશે.
 • જો મુસાફર સાથે બાળક હોય જેની ઉંમર 2થી 11 વર્ષની વચ્ચે હોય અને તમે તેના માટે અલગ બેડ લેવા માગતા હો તો 28,750 રૂપિયા ફી ચૂકવવી પડશે. બેડ ન લેવો હોય તો 23,100 રૂપિયા ચુકવવા પડશે.
 • તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.
X
irctc nepal tour package 2020 everything about the tour package
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી