ડિસ્કાઉન્ટ / IRCTC તેજસ ટ્રેનની ટિકિટ બુકિંગ પર 35 ટકાની છૂટ આપી રહી છે

IRCTC is offering 35% discount on booking tickets for Tejas train

  • ‘દિવાળી બોનાન્ઝા ઓફર’ અંતર્ગત 27થી 31 ઓક્ટોબર સુધી મુસાફરીના ભાડામાં  ડિસ્કાઉન્ટ
  • IRCTCએ તેજસ એક્સપ્રેસનાં ભાડામાં 35 ટકાની છૂટ આપી રહી છે
  • 19 ઓક્ટોબરે તેજસ પહેલી વખત લેટ થઈ હતી

Divyabhaskar.com

Oct 24, 2019, 02:31 PM IST

ટ્રાવેલ ડેસ્ક. દિવાળીના તહેવારની સીઝનમાં યાત્રીઓને ભાડામાં રાહત આપવા માટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ તેજસ એક્સપ્રેસનાં ભાડામાં 35 ટકાની છૂટ આપી રહી છે. ‘દિવાળી બોનાન્ઝા ઓફર’ અંતર્ગત 27થી 31 ઓક્ટોબર સુધી મુસાફરીના ભાડામાં વધારે ડિસ્કાઉન્ટનો ફાયદો લઈ શકાશે.

4 ઓક્ટોબરે ટ્રેનની શરૂઆત થઈ હતી
4 ઓક્ટોબરે લખનઉથી શરૂ થયેલી તેજસ ભારતીય રેલવેની પહેલી ઇન્કૉર્પોરેટેડ ટ્રેન છે, જેનું સંચાલન ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન કરે છે. આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ લખનઉથી દિલ્હીની વચ્ચે દોડાવવામાં આવે છે.

ટ્રેન લેટ થવા પર વળતર મળે છે
19 ઓક્ટોબરે તેજસ પહેલી વખત લેટ થઈ હતી. લખનઉથી ઊપડીને દિલ્હી પહોંચવામાં અને રિટર્ન દિલ્હીથી લખનઉ પહોંચવામાં ટ્રેન લેટ થવા પર IRCTCએ મુસાફરોને વળતર આપ્યું હતું. રેલવેના જણાવ્યા મુજબ, અંદાજે 950 મુસાફરોને 1.62 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત થઈ ગઈ છે. તેજસ એક્સપ્રેસે 1 કલાક લેટ થવા પર 100 રૂપિયા અને 2 કલાક લેટ થવા પર 250 રૂપિયાના વળતરની જોગવાઈ કરી છે.

X
IRCTC is offering 35% discount on booking tickets for Tejas train

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી