તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Travel
  • IRCTC Himachal Tour Package: IRCTC Tour Package For Himachal, IRCTC Tour Package 2019 By Train Chandigarh, Manali, Solang Valley, Kullu, Shimla, Kufri, Chandigarh

હિમાચલના સુંદર વાતાવરણમાં ન્યૂ યર સેલિબ્રેટ કરવા IRCTC ટૂર પેકેજ લાવ્યું, 31 ડિેસેમ્બરથી ટૂર ઊપડશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટ્રાવેલ ડેસ્કઃ શિયાળાની ઋતુમાં જો તમે નવાં વર્ષની શરૂઆત કોઇ હિલ સ્ટેશન પર કરવા માગતા હો તો IRCTC તમારા માટે હિમાચલ પ્રદેશ ફરવાનું ટૂર પેકેજ લાવ્યું છે. આ ટૂર પેકેજ હેઠળ તમને શિમલા-કુફરી-મનાલી-સોલાંગ-કુલ્લુ અને ચંદીગઢ ફરવાની તક મળશે. Himachal Fantasy નામના આ 8 રાત અને 9 દિવસના ટૂર પેકેજની શરૂઆત 31 ડિસેમ્બરના રોજ તેલંગાણા રાજ્યના સિકંદરાબાદથી થશે.

ટૂરનું શિડ્યૂલ

  • હિમાચલ ફેન્ટસી ટૂર તેલંગાણા રાજ્યમાં સિકંદરાબાદથી શરૂ થશે અને એક દિવસ અને રાતની મુસાફરી બાદ ટ્રેન બીજા દિવસે સવારે નવી દિલ્હી પહોંચશે.
  • નવી દિલ્હી રેલવે સ્ટેશન પર હોટલમાં ફ્રેશ થવા અને આરામ કરવાની વ્યવસ્થા રહેશે. ત્યારબાદ ત્યાંથી શિમલા માટે રવાના થવાનું રહેશે. રસ્તામાં જ હોટલમાં રાતનો સ્ટે રહેશે.
  • બીજા દિવસે તમને કુફરી ફરવા લઈ જવાશે, જે શિમલાથી 20 કિમી પહેલાં આવેલું છે. ત્યારબાદ બપોરે શિમલાની સુંદરતા માણવા લઈ જવાશે. પછી રાત્રે શિમલાની જ હોટલમાં રોકાવાની સુવિધા રહેશે.
  • ટૂરના ચોથા દિવસે શિમલા અને આજુબાજુના એરિયા ફરવાની મજા પડશે અને રાત્રે મનાલીની હોટલમાં રોકાવાનું રહેશે.
  • બીજા દિવસે સવારે એટલે કે ટૂરના પાંચમા દિવસે હિડિમ્બા મંદિર, વન વિહાર વગેરે ફર્યાં બાદ સાંજના સમયે શોપિંગ માટે ટાઇમ આપવામાં આવશે.
  • ટૂરના છઠ્ઠા દિવસે સોલાંગ ફરવા માટે લઈ જવાશે, જ્યાં પહાડ અને વાદળોનું પ્રાકૃતિક દૃશ્ય જોવા મળશે.
  • ટૂરના સાતમા દિવસે સવારે બ્રેકફાસ્ટ પછી હોટલ પરત લાવવામાં આવશે અને ચંદીગઢ લઈ જવામાં આવશે. રસ્તામાં જ કુલ્લુ સ્થિતિ વૈષ્ણોદેવીના મંદિરના દર્શન માટે લઈ જવાશે. પછી રાત્રે હોટલમાં રોકાવાની વ્યવસ્થા હશે.
  • બીજા દિવસે સવારે નાસ્તા પછી હોટલ રોઝ ગાર્ડન એન્ડ રોક ગાર્ડન જોવા લઈ જવામાં આવશે અને પછી દિલ્હી માટે ટૂર રવાના થશે.
  • અહીં રાત્રે હોટલમાં રોકાવાની વ્યવસ્થા હશે અને બીજા દિવસે સવારે એટલે કે ટૂરના છેલ્લાં દિવસે દિલ્હીથી સિકંદરાબાદ લઈ જવાશે.

ભાડું કેટલું રહેશે?

  • આ ટૂર પેકેજમાં તમને સ્ટાન્ડર્ડ અને કમ્ફર્ટ બે ઓપ્શન મળશે. જેનું ભાડું અલગ-અલગ રહેશે.
  • સ્ટાન્ડર્ડ - જો તમે એકલા જઇ રહ્યા હો તો તમારે 27,365 રૂપિયા ચૂકવવા પડશે. જો બે લોકો હશે તો વ્યક્તિ દીઠ રૂ.18,480 અને ત્રણ લોકો હશે તો વ્યક્તિ દીઠ રૂ.14,760 ચૂકવવા પડશે. જો તમારી સાથે તમારી પાસે 5થી 11 વર્ષનું બાળક હોય અને તેના માટે અલગ બેડ લો તો 5,685 રૂપિયા અને જો અલગથી બેડ ન લેવો હોય તો 3,79૦ રૂપિયા ચૂકવવા પડશે.
  • કમ્ફર્ટ - જો તમે એકલા જઇ રહ્યા હો તો તમારે 30,465 રૂપિયા ચૂકવવા પડશે. જો ટૂ શેરિંગ હશે તો તમારે વ્યક્તિ દીઠ 21,580 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે તમે 3 શેરિંગમાં જશો તો તમારે વ્યક્તિ દીઠ રૂ.17,860 ચૂકવવા પડશે. જો તમારી સાથે 5થી 11 વર્ષનું બાળક હોય અને તેના માટે અલગથી બેડ લેવા માગતા હો તો રૂ.8785 અને અલગ બેડ ન લેવો હોય તો 6,595 રૂપિયા ચૂકવવા પડશે.
  • તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો