ટૂર / કાશ્મીર ફરવા જવાનો પ્લાન હોય તો IRCTC ટૂર પેકેજ લાવ્યું, વ્યક્તિ દીઠ ભાડું 21,190 રૂપિયા

IRCTC come with Kashmir tour package, per person fare Rs 21,190

Divyabhaskar.com

Nov 25, 2019, 12:57 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ જો તમે કાશ્મીર ફરવા જવાનું વિચારી રહ્યા હો તો IRCTC તમારા માટે કાશ્મીર ટૂર લઇને આવ્યું છે. પેરેડાઇઝ ઓન અર્થ નામના આ ટૂર પેકેજ હેઠળ, તમને શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામ અને સોનમર્ગની નજીકની સુંદરતા નિહાળવાની તક મળશે. આ 6 દિવસ અને 5 રાતનું ટૂર પેકેજ 29 નવેમ્બરથી શ્રીનગર એરપોર્ટથી શરૂ થશે.

આ સુવિધાઓ મળશે
આ ટૂર પેકેજમાં મુસાફરોને થ્રી સ્ટાર હોટેલમાં સ્ટે આપવામાં આવશે, જેમાં બ્રેકફાસ્ટ અને ડિનર સામેલ છે.
હોટલથી સાઈટ સિઇંગ માટે જતી વખતે એર કન્ડીશનર વાહનની સુવિધા છે. ટૂર પેકેજમાં ડ્રાઇવર કમ ગાઇડ સર્વિસ પણ સામેલ છે. તેમજ, મુસાફરોને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પણ આપવામાં આવશે.

ભાડું કેટલું રહેશે?

  • IRCTCના આ પેકેજ માટે એક વ્યક્તિ પાસેથી 21,190 રૂપિયા લેવામાં આવશે. જો બે લોકો સાથે જાય તો તો દરેક વ્યક્તિ પાસેથી 12,870 રૂપિયા લેવામાં આવશે. જો ત્રણ મુસાફરો સાથે મુસાફરી કરી રહ્યા હોય તો વ્યક્તિ દીઠ ભાડું 9,885 રૂપિયા રહેશે.
  • જો મુસાફરો સાથે 05થી 11 વર્ષની ઉંમરનું બાળક હોય અને તેના માટે અલગ બેડ લેવો પડે તો 4,550 રૂપિયા ફી લેવામાં આવશે. જો બેડની જરૂર ન હોય તો 3,160 રૂપિયા ભરવાના રહેશે.
  • તમે રિઝર્વેશન કાઉન્ટ પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.
X
IRCTC come with Kashmir tour package, per person fare Rs 21,190

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી