ટૂર / IRCTC ગુજરાતનો પ્રવાસ કરાવી રહ્યું છે, ભગવાન કૃષ્ણની રાજધાની દ્વારકા ફરવાની તક મળશે

IRCTC came with 6 night 7 days tour package of Gujarat

Divyabhaskar.com

Oct 31, 2019, 11:56 AM IST

ટ્રાવેલ ડેસ્કઃ ગુજરાત દેશનું એક એવું રાજ્ય છે જે સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ છે. અહીં કચ્છના રણની સુંદરતા દરેકના મનને આકર્ષિત કરે છે. બીજીબાજુ, ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકા પણ ગુજરાતમાં જ છે. અમિતાભ બચ્ચન દ્વારા પણ ગુજરાત ટૂરિઝમને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. એવામાં IRCTC ખુશ્બુ ગુજરાત કી નામનું ટૂર પેકેજ લાવ્યું છે. આ 6 નાઇટ અને 7 ડેઝનું ટૂર પેકેજ 10 નવેમ્બરથી દિલ્હીથી શરૂ થશે.

ટૂર પેરેજનું શિડ્યૂલ

 • પ્રથમ દિવસ: પહેલા દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી બપોરે 1:25 વાગ્યે ઉત્તરાંચલ એક્સપ્રેસ દ્વારા રાજકોટ જંકશન લઈ જવામાં આવશે.
 • બીજો દિવ: તમને ટ્રેનમાં જ બ્રેકફાસ્ટ મળશે. તમે સવારે 10:40 વાગ્યે રાજકોટ પહોંચી જશો. ત્યારબાદ તમને બસમાં સોમનાથ લઈ જવામાં આવશે.
 • ત્રીજો દિવસ: ત્રીજો દિવસ તમને સોમનાથના દર્શન કરવા લઈ જવામાં આવશે. ત્યારબાદ હોટલ આવીને તમને બ્રેકફાસ્ટ આપવામાં આવશે. રછૂ તમને દીવ ફેરવવામાં આવળશે, જેમાં દીવ ફોર્ટ, નાયડા ગુફાઓ, નાગોઆ બીચ અને ચર્ચનો પ્રવાસ કરાવવામાં આવશે. ત્યારબાદ સોમનાથ પાછા લઈ જવામાં આવશે.
 • ચોથો દિવસ: ચોથા દિવસે તમે સોમનાથથી દ્વારકા અને પોરબંદર લઈ જવામાં આવશે, જ્યાં તમે દિવસભર પોરબંદરમાં ચાલીને સાંજે દ્વારકા પહોંચશો.
 • પાંચમો દિવસ: સવારના નાસ્તા પછી દ્વારકાધીશ મંદિર અને રુકમણી મંદિરની મુલાકાતે લઈ જવાશે. ત્યારબાદ લંચ અને પછી ત્યાંના દરેક મંદિરની મુલાકાત લેવામાં આવશે.
 • છઠ્ઠો દિવસ: આ દિવસે તમને સવારે દ્વારકાથી ઉત્તરાંચલ એક્સપ્રેસ દ્વારા નવી દિલ્હી રેલ્વે સ્ટેશન લાવવામાં આવશે. જેમાં તમને લંચ અને ડિનર આપવામાં આવશે.
 • સાતમો દિવસ: સાતમા દિવસે સવારે તમે 10:40 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચી જશો.
ભાડું કેટલું રહેશે?
 • જો તમે આ ટૂર પેકેજ એકલા છો તો તમારે 25,820 રૂપિયા ચૂકવવા પડશે. જો બે લોકો હોય તો દરેક વ્યક્તિ પાસેથી 20,260 રૂપિયા લેવામાં આવશે. જો ત્રણ મુસાફરો એકસાથે મુસાફરી કરી રહ્યા હોય તો પછી વ્યક્તિ દીઠ 19,525 રૂપિયા ચાર્જ લેવામાં આવશે.
 • જો મુસાફરો સાથે કોઈ બાળક હોય જેની ઉંમર 5થી 11 વર્ષની વચ્ચે હોય અને તમે તેના માટે એક અલગ બેડ લેવા માગતા હો તો 18,055 રૂપિયા ફી ચૂકવવી પડશે. જો તમે બાળક માટે અલગ બેડ ન લો તો તમારે 14,825 રૂપિયા ચૂકવવા પડશે.
 • તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.
X
IRCTC came with 6 night 7 days tour package of Gujarat

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી