ટૂર / વૈષ્ણોદેવી જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો IRCTC તમારા માટે ટૂર પેકેજ લાવ્યું, વ્યક્તિ દીઠ ભાડું ₹7,785

IRCTC brings you a tour package if you are planning to go to Vaishnodevi

Divyabhaskar.com

Nov 24, 2019, 12:12 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ જો તમે વૈષ્ણો દેવીની યાત્રાએ જવાનું વિચારી રહ્યા હો તો IRCTC તમારા માટે એક સરસ ટૂર પેકેજ લાવ્યું છે. 3 રાત અને 4 દિવસના આ ટૂર પેકેજની શરૂઆત 27 નવેમ્બરથી દિલ્હીથી થશે. આ ટ્રેન નવી દિલ્હી સ્ટેશનથી રાત્રે 08:40 વાગ્યે ઉપડશે. આ ટ્રેનમાં તમારા માટે 3 ટાયર એસીમાં ટિકિટ બુક કરાશે. ટ્રેન સવારે 5.45 મિનિટ પર જમ્મુ પહોંચશે. 'માતરણી રાજધાની પેકેજ' દરમિયાન તમને વૈષ્ણો દેવીની મુલાકાતની સાથે જમ્મુ અને કટરાની પ્રાકૃતિક સુંદરતાની નજીકથી જોવાની તક મળશે.

પેકેજમાં શું સામેલ હશે?

  • રહેવાનું અને જમવાનું આ પેકેજમાં સામેલ છે.
  • તમને કંડ કંડોલી મંદિર, રઘુનાથજી મંદિર અને બાગે બહુ ગાર્ડન પણ લઈ જવામાં આવશે.
  • આ સિવાય, તમને જમ્મુ અને કટરા ફરવાનો પણ ચાન્સ મળશે.

ભાડું કેટલું રહેશે?

  • જો તમે સિંગલ આ ટૂર પર જાઓ તો તમારે 7,785 રૂપિયા અને ડબલ શેરિંગમાં વ્યક્તિ દીઠ 6,170 રૂપિયા તેમજ જો ત્રણ લોકો એકસાથે જાઓ તો વ્યક્તિ દીઠ 5,980 રૂપિયા ચૂકવવા પડશે.
  • જો તમારું બાળક 5થી 11 વર્ષની વચ્ચેનું હોય અને જો તમે તેના માટે અલગ બેડ લેશો તો તમારે 5,090 રૂપિયા ચુકવવા પડશે અને જો તમે અલગ બેડ ન લો તો તમારે 4,445 રૂપિયા ચૂકવવા પડશે.
  • તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.
X
IRCTC brings you a tour package if you are planning to go to Vaishnodevi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી