ટૂર / IRCTC મેઘાલય ફરવાનું ટૂર પેકેજ લાવ્યું, 5 રાત 6 દિવસનું વ્યક્તિ દીઠ ભાડું 27,310 રૂપિયા

IRCTC brings tour package to Meghalaya, 5 nights 6 days per person fare Rs 27,310

Divyabhaskar.com

Nov 02, 2019, 04:04 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ નવેમ્બર મહનામાં જો તમે મેઘાલય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો IRCTC તમારા માટે ખાસ ટૂર પેકેજ લઇને આવ્યું છે. ‘અમ્યૂઝિંગ એન્ડ મેઘાલય’ નામના આ ટૂર પેકેજ હેઠળ તમને મોસિનરામ, જેકરેમ અને ગુવાહાટી ફરવાની તક મળશે. 5 રાત અને 6 દિવસના આ ટૂક પેકેજની શરૂઆત 18 નવેમ્બરના રોજ કોલકાતાથી થશે.

પેકેજમાં શું સામેલ હશે?

  • રહેવાનું, ખાવાનું અને રિફ્રેશમેન્ટ પેકેજમાં સામેલ છે.
  • પેકેજમાં કાયાકિંગ, કેવિંગ અને રીઅર કનોઇંગ જેવાં સ્પોર્ટ્સ સામેલ છે.
  • આ ટ્રિપથી મુસાફર મેઘાલય બાઇક લઇને પણ ફરી શકશે.

ટિકિટ અને ફ્લાઇટ ડિટેલ્સ

  • આ પેકેજ અંતર્ગત કોલકાતાથી ગુવાહાટી અને પરત ફરવાની મુસાફરી ફ્લાઇટથી કાપી શકાશે. કોલકાતાથી ફ્લાઇટ બપેરે 12:10 વાગ્યે ઉપડશે અને 1:55 વાગ્યે ગુવાહાટી ઉતરશે.
  • ટ્રિપ પરથી પરત ફરવા માટે ફ્લાઇટ ગુવાહાટીથી 12:25 વાગ્યે ઉપડશે અને બપોરે 1:45 વાગ્યે કોલકાતા પહોંચી જશે.

ભાડું કેટલું રહેશે?

  • જો તમે ટૂર પર સિંગલ જાઓ તો તમારે 27,310 રૂપિયા ચૂકવવા પડશે. તેમજ, ડબલ શેરિંગમાં વ્યક્તિ દીઠ 23,635 રૂપિયા આપવા પડશે.
  • તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.
X
IRCTC brings tour package to Meghalaya, 5 nights 6 days per person fare Rs 27,310

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી