ટૂર / કેરળના વાયનાડમાં ફરવાની મજા માણવી હોય તો IRCTC ટૂર પેકેજ લાવ્યું, ભાડું ₹7,000

IRCTC brings a tour package of Wayanad in Kerala

Divyabhaskar.com

Jan 24, 2020, 04:19 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ કેરળને ગોડ્સ ઓન કન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. અહીં દેશ અને દુનિયાભરના ટૂરિસ્ટ ફરવા આવે છે. કેરળમાં ફરવા માટે આમ તો ઘણી બધી સુંદર જગ્યાઓ છે પરંતુ તેમાં વાયનાડ સૌથી ખાસ છે. પહાડ, ટી-એસ્ટેટ, કોફી પ્લાન્ટેશનના કારણે આ જગ્યા વધારે રમણીય બની જાય છે. જો તમે પણ વાયનાડ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારા માટે ટૂર પેકેજ લઇને આવ્યું છે. ત્રણ રાત અને ચાર દિવસની ટૂરનું નામ વંડરફુલ વાયનાડ ફ્રોમ ચેન્નાઇ છે.

30 જાન્યુઆરીથી ટૂર શરૂ
IRCTCની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ ટૂર પેકેજમાં પ્રવાસીઓને સ્લીપર ક્લાસમાં ચેન્નાઈથી વાયનાડ સુધીની મુસાફરી કરાવવામાં આવશે. આ સિવાય, સ્લીપર ક્લાસ મારફતે જ પરત લાવવામાં આવશે. આ ઉપરાંત, વાયનાડમાં 2 નાઇટ AC રૂમમાં સ્ટે, AC વાહન દ્વારા ફેરવવામાં આવશે. આ સાથે જ કાર્યક્રમ અનુસાર, તમામ ફરવાલાયક સ્થળોએ લઈ જવાશે. આ ટૂરમાં ટૂર ઇન્શ્યોરન્સ પણ સામેલ છે. 30 જાન્યુઆરી 2020થી દર ગુરુવારે ટ્રેન ચેન્નાઈ રેલવે સ્ટેશનથી સાંજે 5 વાગ્યે શરૂ થશે.

ક્યાં-ક્યાં ફરવા મળશે?
આ ટૂર પર તમને પઝાસી રાજા મકબરા, કુરુવા આઇલેન્ડ, તિરુનેલી મંદિર, બાણાસુરા સાગર ડેમ, મુથંગા વન્યપ્રાણી અભયારણ્ય, અંબાલાવ્યાલ હેરિટેજ મ્યુઝિયમ, એડાક્કલ ગુફાઓ, સૂચિપારા વોટરફોલ, પુકોડ તળાવ, તુશાગિરી વોટરફોલ જેવા પર્યટક સ્થળોની મુલાકાત લેવાની તક મળશે.

ભાડું કેટલું રહેશે?
આ ટૂર પેકેજમાં ટ્વીન શેરિંગ માટે તમારે વ્યક્તિ દીઠ રૂ. 7,330 ખર્ચવા પડશે. જો ટ્રીપલ શેરિંગ હોય તો વ્યક્તિ દીઠ 6,830 રૂપિયા ચૂકવવા પડશે. જો તમારી સાથે બાળક હોય અને અને અલગ બેડ લેવો હોય તો વ્યક્તિ દીઠ ભાડું 6,210 રૂપિયા અને અલગ બેડ ન લેવો હોય તો 5,100 રૂપિયા ચૂકવવા પડશે.

X
IRCTC brings a tour package of Wayanad in Kerala

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી