• Home
  • International
  • Iran seeks help from the world community, including India, against US sanctions to fight Corona

પ્રતિબંધથી ત્રસ્ત / ઈરાને અમેરિકાના પ્રતિબંધોની પ્રતિકૂળ સ્થિતિમાં કોરોના સામે લડવા ભારત સહિત વિશ્વ સમુદાય પાસેથી મદદ માગી

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

  • પ્રતિબંધોમાંથી છૂટ આપવા માટે ઈરાને અમેરિકા સમક્ષ માંગ કરી
  • ઈરાન અગાઉથી જ અમેરિકાના પ્રતિબંધથી મુશ્કેલીનો સામનો કરે છે

દિવ્ય ભાસ્કર

Mar 15, 2020, 05:08 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વના અનેક નેતાઓને એક પત્ર લખીને કોરોના વાઈરસ સામે લડવાના તેમના પ્રયાસોમાં અમેરિકી પ્રતિબંધો અવરોધરૂપ હોવાની વાત કરી છે.


રાષ્ટ્રપતિ હસન રુહાનીએ તેમના પત્રમાં એ બાબત પર ભાર આપ્યો છે કે કોરોના વાઈરસ સામે લડવા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ઉપાયોની આવશ્યકતા છે. તેમણે આ મહામારીનો સામનો કરવા માટે નક્કર રણનીતિ તૈયાર કરવા પર ભાર આપ્યો છે. રુહાનીએ તેમના પત્રમાં લખ્યુ છે કે વાઈરસ કોઈ સરહદ નથી ઓળખતો અને રાજકીય, ધાર્મિક, જાતીગત તથા નસ્લીય અવધારણાઓથી ઉપર ઉઠીને લોકોનો જીવ લે છે. આ અંગે ઈરાનના વિદેશ પ્રધાન જવાદ જરીફે એક ટ્વિટ કર્યું છે કે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે આ નાજુક પળમાં પ્રતિબંધ ખૂબ જ અનૈતિક બાબત છે. તેમણે લખ્યુ છે કે રાષ્ટ્રપતિ રુહાનીએ વિશ્વભરના તેમના સમકક્ષોનું પત્ર લખીને અમેરિકી પ્રતિબંધો તરફ ધ્યાન દોર્યું છે.

ઈરાની મીડિયામાં આવેલા સમાચારો પ્રમાણે ઈરાનના રાષ્ટ્રપતિએ વિશ્વ નેતાઓને લખેલા પત્રમાં કહ્યું છે કે તેમનો દેશ બે વર્ષના વ્યાપાક અને ગેરકાયદેસર પ્રતિબંધથી પેદા થયેલી ગંભીર સ્થિતિ તથા અવરોધોનો સામનો કરી રહ્યો છે.આ સંજોગોમાં પણ કોરોના વાઈરસનાનો પ્રકોપ શરૂ થયો તેમ છતાં ઈરાન પર દબાણ લાવવાની કોઈ તક અમેરિકા જતી કરી રહ્યું નથી. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂતે પણ પ્રતિબંધ હટાવવા માટે અમેરિકાને ફોન કર્યો છે અને કોરોના વાઈરસના પ્રકોપથી સંબંધિત પ્રયાસોને આગળ વધારવાનો આગ્રહ કર્યો છે.

ભારત-ઈરાન ભાગીદારી

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત ઈરાન મહત્વના ભાગીદાર દેશ છે. તાજેતરમાં તેહરાને કાશ્મીર, સીએએ અને દિલ્હી તોફાનોને લઈ ભારતના નિર્ણયો અંગે કેટલાક પ્રશ્નાર્થ સર્જ્યા હતા, તેમ છતા ભારતે હંમેશા ઈરાન સાથે ભાગીદારી વધારી છે.


X
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી