તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Investing In Health Insurance For 2% Of Annual Income, It Provides Financial Security In Bad Times

વાર્ષિક આવકના 2% રકમ હેલ્થ ઈન્શ્યોરન્સમાં રોકાણ કરવી, તે ખરાબ સમયમાં આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક. દર વર્ષે સારવાર માટે ખર્ચ વધી જાય છે. આવી સ્થિતિમાં હેલ્થકેરના ખર્ચને પહોંચી વળવા માટે અગાઉથી પ્લાન બનાવવા જરૂરી બની ગયા છે. ત્યારે હેલ્થ ઈન્શ્યોરન્સ લેવાથી તાત્કાલિક સમયે સારી ગુણવત્તા વાળી સારવાર પ્રદાન કરે છે. હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

જરૂરિયાતઃ તે ખાતરી કરવી કે તમે તમારી જરૂરિયાતો અનુસાર સૌથી યોગ્ય હેલ્થ ઈન્શ્યોરન્સ પસંદ કરો. જો કે તે બાબતનું ધ્યાન રાખવું કે ખોટો હેલ્થ ઈન્શ્યોરન્સ પંસદ ન કરવો કેમ કે, તેનાથી તમને જરૂર હશે ત્યારે મદદ નહીં મળી શકે. 

ઉંમરઃ હેલ્થ ઈન્શ્યોરન્સ પસંદ કરતા સમયે ઉંમર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આમ તો ઈન્શ્યોરન્સ કોઈ પણ ઉંમરે લઈ શકાય છે. પરંતુ બને ત્યાં સુધી હેલ્થ ઈન્શ્યોરન્સ નાની ઉંમરમાં લઈ લેવો જોઈએ કેમ કે, સ્વાસ્થ્યનું જોખમ ઓછું હોવાને કારણે પ્રીમિયમ ઓછું થાય છે.

વેઈટિંગ પીરિઅડઃ દરેક પોલિસી એક નિયત સમયગાળા સાથે જોડાયેલી હોય છે. તેને અમુક બીમારીઓના કવરેજની બાબતમાં વેઇટિંગ પીરિયડ કહેવામાં આવે છે. તે સમયગાળો પૂરો થયા બાદ જ પોલિસી સંપૂર્ણ રીતે એક્ટિવેટ થઈ જાય છે. વીમાધારક પોલિસીના નિયમો-શરતો પ્રમાણે, હેલ્થકેર સુવિધાનો લાભ લઈ શકે છે. જો કે,  વીમા કવરેજને સમજવા માટે પોલિસીમાં લખેલા નિયમો અને શરતો વાંચવાનું વધુ સારું છે.

પ્રીમિયમઃ પ્રીમિયમ ઉપરાંત, પોલિસી અંતર્ગત કપાત અને સહ ચૂકવણીની સાથે સાથે બોનસ અને છૂટના ફીચર્સને પણ કાળજીપૂર્વક વાંચવા જોઈએ.

ફેમિલી હિસ્ટ્રીઃ જો તમારા પરિવારમાં જીવનશૈલી સાથે જોડાયેલી વારસાગત બીમારી છે, તો તમારી આવતી પેઢીમાં વારસાગત બીમારી થવાની સંભાવના વધી જાય છે. તેમજ ઉચ્ચ જોખમ ધરાવતા વર્ગવાળી કોઈપણ વ્યક્તિએ વ્યાપક હેલ્થ ઈન્શ્યોરન્સ કવરેજ યુવાન અને સ્વસ્થ અવસ્થામાં જ લઈ લેવો જોઈએ. 

તમારું રહેવાનું સ્થળ: હોસ્પિટલમાં સારવારનો ખર્ચ મેટ્રો અને નોન-મેટ્રો શહેરો માટે અલગ અલગ હશે. બીજા-ત્રીજા વર્ગની સરખામણીએ પ્રથમ વર્ગની હોસ્પિટલમાં વધારે ખર્ચ આવશે. જેની અસર સ્વરૂપે તમારી હેલ્થ પોલિસીનું પ્રીમિયમ વધી શકે છે. 

કવરેજ સમજવું: તમારી હેલ્થ ઈન્શ્યોરન્સમાં કવર થનારી સેવાઓને સમજો. કોઈ અનિચ્છનીય ઘટના બનવા પર તમારે કેટલી ચૂરવણી કરવાની રહેશે તે સમજવું. જો તમે કોઈ એવી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી પસંદ કરો છો જે પર્યાપ્ત નથી અથવા પોલિસીમાં કોઈ શરત છે તો તમારે ખિસ્સામાંથી પૈસા ખર્ચીને સારવાર કરવી પડશે.

ચૂકવણીની ક્ષમતાઃ વ્યક્તિએ તેની વાર્ષિક આવકની ઓછામાં ઓછા 2% રકમ  હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદવા માટે રોકાણ કરવી જોઈએ જે તેને પર્યાપ્ત વીમા કવર આપી શકે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો