Yoga Day / રાંચીમાં 40 હજાર લોકો સાથે વડાપ્રધાને 40 મિનિટ સુધી કર્યા યોગ, સ્મૃતિ-શિલ્પાએ પણ કર્યા આસન

X

 • આ વખતે યોગ દિવસની થીમ- 'યોગ ફોર હાર્ટ' રાખવામાં આવી હતી
 • 19000 ફૂટની ઉંચાઈથી લઈને માઈનસ 20 ડિગ્રીમાં જવાનોએ યોગ કર્યા

Divyabhaskar.com

Jun 21, 2019, 11:35 AM IST

નેશનલ ડેસ્ક: પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડાપ્રધાન મોદીએ દેશ અને દુનિયાના લોકોને શુભેચ્છા પાઠવી હતી. અહીં પ્રભાત તારા મેદાનમાં તેમણે કહ્યું હતું, યોગ અનુશાસન છે, સમર્પણ છે. તેનું પાલન જીવનભર કરવું જોઈએ. યોગ આયુ, રંગ, જાતિ, સંપ્રદાય, મત, પંથ, અમીરી-ગરીબી, પ્રાંત અને સરહદના ભેદથી ખૂબ પાર છે. યોગ બધાના છે અને બધા યોગના છે. આજે વડાપ્રધાન મોદીએ 40,000 લોકો સાથે પ્રભાત તારા મેદાનમાં યોગ કર્યા હતા.

વડાપ્રધાન ગુરુવારે રાતે જ રાંચી પહોંચી ગયા ગતા. મોદી સાથે યોગ કરવા માટે 40,000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સંખ્યા વધારે થઈ જવાના કારણે અંતે 12,000 લોકોને નજીક આવેલા મેદાનમાં યોગની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ વખતે યોગ દિવસની થીમ છે- યોગ ફોર હાર્ટ.

મોદીએ કહ્યું- યોગને ગરીબો સુધી લઈ જવા છે

 • નરેન્દ્ર મોદીએ કહ્યું- ડ્રોઈંગ રૂમથી લઈને બોર્ડ રૂમ, શહેરોના પાર્કથી લઈને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સુધી આજે યોગની ઉજવણી થઈ રહી છે. ગલી-ખાંચામાં આવેલા વેલનેસ સેન્ટર્સમાં પણ આજે યોગનો અનુભવ કરવામાં આવી રહ્યો છે.
 • આજના બદલાતા સમયમાં બીમારીની સાથે સાથે વેલનેસ ઉપર પણ ફોકસ કરવું એટલું જ જરૂરી છે. આ જ શક્તિ આપણને યોગ સાથે મળાવે છે. આ જ ભાવના યોગની છે, પુરાતન ભારતીય દર્શનની છે. યોગ માત્ર ત્યારે જ નથી થતા જ્યારે આપણે જમીન પર કે અડધો કલાક મેટ પર હોઈએ છીએ.
 • હવે મારે આઘુનિક યોગની યાત્રા શહેરથી ગામડા તરફ લઈ જવી છે. ગરીબ અને આદિવાસીના ઘર સુધી લઈ જવી છે. મારે યોગને ગરીબ અને આદિવાસીના જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો છે. કારણ કે ગરીબોને સૌથી વધારે મુશ્કેલી જ બીમારીમાં થાય છે અને યોગ બીમારીને દૂર કરે છે.

કોણ ક્યાં કર્યા યોગ

 • સ્મૃતિ ઈરાની- દિલ્હીના રાજનગરમાં
 • જેપી નડ્ડી અને હર્ષ વર્ધન- બીજેપી ઓફિસના સામેના પાર્કમાં
 • રાજનાથ સિંહ, મીનાક્ષી લેખી, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ/ જાવડેકર- રાજપથ
 • અમિત શાહ- રોહતર
 • નિતિન ગડકરી- નાગપુર
 • નિર્મલા સીતારમણ- પૂર્વ દિલ્હી
 • નરેન્દ્ર સિંહ તોમર- તાલકોટરા સ્ટેડિયમ
 • પીયૂષ ગોયલ-લોધી ગાર્ડન
 • મુખ્તાર અબ્બાસ નકવી- પટેલ નગર
 • હરદીપ સિંહ પુરી-રાજૌરી ગાર્ડન
 • મહેશ શર્મા- નોઈડા સેક્ટર 21
1

-10 ડિગ્રીમાં જવાનોના યોગ

-10 ડિગ્રીમાં જવાનોના યોગ

ITBPના જવાનોએ 14000 ફૂટની ઉંચાઈ પર રોહતાંગ પાસે યોગ કર્યા. અહીં જવાનોએ -10 ડિગ્રીના તાપમાનમાં યોગ કર્યા હતા.

2

સિક્કિમમાં જવાનોએ -15 ડિગ્રીમાં યોગ કર્યા

સિક્કિમમાં જવાનોએ -15 ડિગ્રીમાં યોગ કર્યા

સિક્કિમમાં ITBPના જવાનોએ 19,000 ફૂટની ઉંચાઈએ માઈનસ 15 ડિગ્રીમાં યોગ કર્યા

3

નેપાળમાં પણ યોગ દિવસની ઉજવણી

નેપાળમાં પણ યોગ દિવસની ઉજવણી

સમગ્ર દુનિયામાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પડોશી દેશ નેપાળ પણ આજે યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે. અહીં જનકપુરીના જાનકી મંદિરમાં હજારો લોકોએ એક સાથે યોગ કર્યા હતા.

4

INS વિરાટ પર જવાનોએ કર્યા યોગ

INS વિરાટ પર જવાનોએ કર્યા યોગ

મુંબઈમાં INS વિરાટ ઉપર પણ જવાનોએ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. અહીં પણ હજારોની સંખ્યામાં જવાનોએ યોગ કર્યા હતા.

5

ગેટવે ઓફ ઈન્ડિયા પર યોગ

ગેટવે ઓફ ઈન્ડિયા પર યોગ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પર લોકો સાથે યોગ કર્યા

6

જમ્મુમાં જવાનોના યોગ

જમ્મુમાં જવાનોના યોગ

જમ્મુ કાશ્મીરમાં બીએસએફના જવાનોએ યોગ કર્યા હતા.

7

અમિત શાહએ રોહતકમાં કર્યા યોગ

અમિત શાહએ રોહતકમાં કર્યા યોગ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હરિયાણાના રોહતકમાં યોગ કર્યા. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના ઘણાં નેતા હાજર હતા.

8

લદ્દાખમાં -20 ડિગ્રીમાં યોગ

લદ્દાખમાં -20 ડિગ્રીમાં યોગ

લદ્દાખમાં 18,000 ફૂટની ઉંચાઈએ ITBPના જવાનોએ -20 ડિગ્રીમાં યોગ કર્યા હતા.

COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી