• Home
  • National
  • International flight entry closure in India from March 22 29, advice for children under 10 years of age and people aged 65+ at home

કોરોના પર સરકારની તૈયારી / 22થી 29 માર્ચ સુધી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની એન્ટ્રી બંધ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65+ ઉંમરના લોકોને ઘરમાં રહેવાની સલાહ

International flight entry closure in India from March 22-29, advice for children under 10 years of age and people aged 65+ at home

મેડિકલ સ્ટાફ, સરકારી સ્ટાફ, મેડિકલ પ્રોફેશનલ્સ અને જનપ્રતિનિધિઓ પર ઘરે રહેવાની એડવાઇઝરી લાગૂ નથી થતી
રેલવે અને સિવિલ એવિએશન વિદ્યાર્થીઓ, બીમાર લોકો અને દિવ્યાંગ કેટેગરીમાં પ્રવાસ માટે મળતીછૂટને સસ્પેન્ડ કરવામાં આવે

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 06:11 PM IST

નવી દિલ્હી: દેશમાં કોરોનાવાયરસના લીધે 4 મોત થયા બાદ સરકારે એડવાઇઝરી આકરી કરી નાખી છે. પ્રવાસ સાથે જોડાયેલા અમુક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. સરકારે ગુરૂવારે નિર્ણય લીધો કે 22 માર્ચથી દેશમાં કોઇ પણ ઇન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર ફ્લાઇટને આવવાની મંજૂરી આપવામાં નહીં આવે. આ પ્રતિબંધ એક અઠવાડિયા માટે રહેશે. સરકારે 10 વર્ષી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધારેની ઉંમરના વડીલોને ઘરમાં રહેવાની સલાહ આપી છે.

સરકારની એડવાઇઝરી
1. 10 વર્ષથી ઓછી ઉંમરના બધા બાળકો ઘરમાં રહે
2. રાજ્ય સરકારો 65 વર્ષથી વધારેની ઉંમરના વડીલોને ઘરમાં રહેવા માટે એડવાઇઝરી જાહેર કરે. આ એડવાઇઝરી મેડિકલ સ્ટાફ, ગવર્મેન્ટ સ્ટાફ અને જનપ્રતિનિધિઓ પર લાગૂ નથી થતી.
3. રેલવે અને સિવિલ એવિએશન વિદ્યાર્થીઓ, બીમાર લોકો અને દિવ્યાંગ કેટેગરીમાં પ્રવાસ કરવા પર મળતી છૂટ સસ્પેન્ડ કરવામાં આવે.
4. માસ્ક અને સેનિટાઇઝર્સની વધારે કિંમત વસૂલનારા પર ફાર્મા ડિપાર્ટમેન્ટ અને કન્ઝ્યૂમર્સના મામલાઓનું વિભાગ કાર્યવાહી કરે.

X
International flight entry closure in India from March 22-29, advice for children under 10 years of age and people aged 65+ at home

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી