• Home
  • Dharm Darshan
  • Jyotish
  • Ayodhya Ram Mandir, Angkor UNESCO World Heritage Centre, Angkor Wat, History of Ancient Temple, Angkor Wat 7th Wonder of the World Angkor Archeological, Largest Hindu temple in world

કંબોડિયા / અંકોરવાટ મંદિર 1100 વર્ષથી વધુ પ્રાચીન છે, તેનું શિખર 213 ફીટ ઊંચું છે

Ayodhya Ram Mandir, Angkor UNESCO World Heritage Centre, Angkor Wat, History of Ancient Temple, Angkor Wat  7th Wonder of the World - Angkor Archeological, Largest Hindu temple in world

  • કંબોડિયાનું અંકોટવાટ મંદિર 162 હેક્ટરમાં ફેલાયેલું છે, જેના આધારે જ અયોદ્યાનું રામ મંદિર બનવાની ચર્ચા ચાલી રહી છે

Divyabhaskar.com

Dec 15, 2019, 01:00 AM IST

ધર્મ દર્શન ડેસ્ક- શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના જણાવ્યા પ્રમાણે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કંબોડિયાના અંકોરવાટ મંદિરની શિલ્પકલાના આધારે થવું જોઈએ. તેમનું કહેવું છે કે મંદિર એકવાર જ બનાવવાનું હોવાથી તેની વિશાળતા અને ભવ્યતાનું ધ્યાન રાખવું જરૂરી છે. અંકોરવાટ કંબોડિયામાં દુનિયાનું સૌથી મોટું ધાર્મિક સ્મારક છે. જે લગભગ 162.6 હેક્ટરમાં ફેલાયેલું છે. તેને મૂળરૂપે ખમેર સામ્રાજ્યમાં ભગવાન વિષ્ણુના એક હિન્દુ મંદિરના રૂપમાં બનાવ્યું હતું. આ મંદિર મેરુ પર્વતનું પણ પ્રતીક છે. મીકાંગ નદીના કિનારે સિમરિપ શહેરમાં બનેલું આ મંદિર આજે પણ સંસારનું સૌથી મોટું હિન્દુ મંદિર છે.


અંકોરવાટનો ઇતિહાસ-


વર્તમાન કંબોડિયાનું પ્રાચીન નામ કંબુજ હતું અને ત્યાં ખમેર સામ્રાજ્ય હતું. ખમેર ભાષામાં અંકોર શબ્દનો અર્થ રાજધાની થાય છે. અંકોર શબ્દ સંસ્કૃતના નગર શબ્દથી બન્યો છે. એટલા માટે અંકોર નામનું મહાનગર ખમેર સામ્રાજ્યની રાજધાની રહ્યું. ખમેર સામ્રાજ્ય લગભગ 9મી શતાબ્દીથી 15મી શતાબ્દી સુધી સુવર્ણકાળમાં હતુ અને આ દરમિયાન તેનો ઉત્કર્ષ થયો હતો. અંકોર મહાનગરમાં વર્ષ 1010 થી 1220 સુધીના કાળમાં મોટી સંખ્યામાં લોકો અહીં રહેતાં હતાં. આજે આ જગ્યાએ અંકોરવાટનું મંદિર આવેલું છે. જે કંબોડિયાનું લોકપ્રિય પર્યટન સ્થળ છે. અંકોર નગરના અવશેષ શ્યામ રીપ(સિમરિપ) નામના આધુનિક નગરના દક્ષિણના જંગલો અને ખેતરોની વચ્ચે છે. અંકોર વિસ્તારમાં લગભગ 1000થી વધુ નાના મંદિર છે. તેમાંથી અનેક મંદિરોનું પુનઃનિર્માણ થયું છે. અંકોરવાટ મંદિર તથા અંકોરથોમ સહિત આખા ક્ષેત્રને યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કર્યું છે.


અંકોરથોમ અને અંકોરવાટ નગર-


અંકોરથોમ અને અંકોરવાટ પ્રાચીન કંબુજની રાજધાની છે. માન્યતાઓ પ્રમાણે આ રાજ્યના સંસ્થાપક કૌડિન્ય બ્રાહ્મણ હતાં જેનું નામ ત્યાંના સંસ્કૃત અભિલેખમાં જોવા મળે છે. 9મી શતાબ્દીમાં જયવર્મા ત્રીજો કંબુજનો રાજા બન્યો અને તેને લગભગ 860 ઈસ્વીમાં અંકોરથોમ નામથી પોતાની રાજધાનીની શરૂઆત કરી જે લગભગ 40 વર્ષો સુધી બનતી રહી અને લગભગ 900 ઈસ્વીની આસપાસ તૈયાર થઈ. તેના નિર્માણની સંબંધમાં કંબુજ સાહિત્યમાં અનેક ઘટનાઓ પણ જોવા મળે છે. અંકોરથોમ નગરની વચ્ચે જ એક વિશાળ શિવ મંદિર હતું. જે અનેક શિખરોથી મળીને બન્યું હતું. તેમાં સમાધિમાં બેઠેલાં શિવની મૂર્તિઓ સ્થાપિત હતીં. આજનું અંકોરથોમ એક વિશાળ નગરનો ખંડેર છે.


મંદિરના શિલાલેખોમાં રામકથા રજૂ કરવામાં આવી છે-


અંકોરવાટ મંદિર ખૂબ જ વિશાળ છે અને અહીંના શિલાલેખોમાં રામકથા ખૂબ જ સંક્ષિપ્ત રૂપમાં છે. આ ચિત્રોમાં રાવણ વધથી શરૂઆત થઈ છે. ત્યારબાદ સ્વંયવરનું દ્રશ્ય જોવા મળે છે. આ બે મુખ્ય ઘટનાઓ પછી વિરાધ તથા કબંધ વધનું ચિત્રણ છે. પછી આગળના શિલાલેખોમાં ભગવાન શ્રીરામ સ્વર્ણ મૃગની પાછળ દોડતા, સુગ્રીવ સાથે શ્રીરામની મૈત્રી, વાલિ-સુગ્રીવ યુદ્ધ, અશોક વાટિકામાં હનુમાન, રામૃરાવણ યુદ્ધ, સીતાની અગ્નિ પરીક્ષા અને રામનું અયોધ્યામાં આગમનના દ્રશ્ય જોવા મળે છે. આ અંકોરવાટ મંદિરના પ્રાંગણમાં તત્કાલીન સમ્રાટ, બલિ-વામન, સ્વર્ગ-નર્ક, સમુદ્ર મંથન, દેવ-દાનવ યુદ્ધ, મહાભારત, હરિવંશ પુરાણ વગેરેને લગતા અનેક શિલાચિત્રો પણ જોવા મળે છે.


અંકોરવાટ મંદિર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો-

અંકોરવાટ મંદિરના નિર્માણનું કાર્ય સૂર્યવર્મન દ્વિતીયએ શરૂ કર્યુ પરંતુ તે મંદિરને પૂરું ન કરી શક્યો તો તેના નિર્માણનું કામ તેના ઉત્તરાધિકારી ધરણીન્દ્રવર્મનના શાસનકાળમાં પૂરું થયું.


આ મંદિર એક ઊંચા ચબૂતરા ઉપર સ્થિત છે. તેમાં ત્રણ ખંડ છે. દરેક ખંડમાં 8 ગુમ્બજ છે. તેમાં સુંદર મૂર્તિઓ છે અને ઉપરના ખંડ સુધી પહોંચવા માટે સીઢિઓ છે. મુખ્ય મંદિર ત્રીજા ખંડની પહોળી છત પર છે. જેનું શિખર 213 ફૂટ ઊંચું છે. મંદિરની ચારેય તરફ પત્થરની દીવાલથી ઘેરાવો છે જે પૂર્વથી પશ્ચિમ તરફ લગભગ અઢી કિ.મી છે અને ઉત્તરથી દક્ષિણ તરફની લંબાઈ અડધો કિ.મી. છે. આ દીવાલ પછી લગભગ 700 ફૂટ પહોળી ખાઈ છે. જેની ઉપર 36 ફૂટ પહોળો પુલ છે. આ પુલ ઉપર પાક્કો રસ્તો મંદિરના પહેલાં ખંડના દ્વાર સુખી છે.


અંકોરવાટ મંદિર સાથે જોડાયેલ મુખ્ય બિંદુ-


અંકોરવાટ કંબોડિયામાં એક મંદિર પરિસર અને દુનિયાનું સૌથી મોટું ધાર્મિક સ્મારક છે. જે 162.6 હેક્ટર અર્થાત્ લગભગ 2 કિ.મી. ના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે.


આ મૂળ રીતે ખમેર સામ્રાજ્ય માટે ભગવાન વિષ્ણુના એક હિન્દુ મંદિરના રૂપમાં બનાવવામાં આવ્યું હતું, જે ધીરે-ધીરે 12મી શતાબ્દીના અંતમાં બૌદ્ધ મંદિરોમાં બદલાઈ ગયું.


આ કંબોડિયાના અંકોરમાં છે. જેનું પ્રાચીન નામ અયોધરપુર હતું. તેનું નિર્માણ 1112 થી 1153 ઈ. સમ્રાટ સૂર્યવર્મન દ્વિતીયના શાસનકાળમાં થયું હતું.

આ મંદિર લાંબા સમય સુધી ગુમનામ રહ્યું. 19મી શતાબ્દીની મધ્યમાં એક ફ્રાસીસી પુરાતત્વવિદ હેનરી મહોતના કારણે અંકોરવાટ મંદિર ફરીથી અસ્તિત્વમાં આવ્યું.

વર્ષ 1986 થી લઈને વર્ષ 1993 સુધી ભારતના પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે આ મંદિરના સંરક્ષણની જવાબદારી લીધી હતી.

ફ્રાંસથી આઝાદી મળ્યા પચી અંકોરવાટ મંદિર કંબોડિયા દેશનું પ્રતીક બની ગયું. રાષ્ટ્ર માટે સન્માનનું પ્રતીક આ મંદિરને 1983 થી કંબોડિયાના રાષ્ટ્રધ્વજમાં પણ સ્થાન આપવામાં આવ્યું.


વિશ્વના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંથી એક હોવાની સાથે જ આ મંદિર યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળોમાં પણ સામેલ કરવામાં આવ્યું.


કેવી રીતે કંબોડિયા પહોંચી શકાય-


કંબોડિયા જવા માટે દિલ્હી, મુંબઈ, કોલકાત્તા અને બેગલૂરુથી સીધા ફ્લાઈટ મળી રહે છે. વિઝાની વાત કરીએ તો અહીં ઓન અરાઈવલ વિઝા મળી જાય છે. તે સિવાય ઈ-વિઝા પણ લઈ શકે છે. ભારતથી જનારી ફ્લાઈટ્સ કંબોડિયાના ફનોમ પેન્હ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને સીએમ રેઅપ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લેન્ડ કરે છે. એરપોર્ટથી અંકોરવાટ સુધી જવા માટે બસ અને કેબ મળી રહે છે.

X
Ayodhya Ram Mandir, Angkor UNESCO World Heritage Centre, Angkor Wat, History of Ancient Temple, Angkor Wat  7th Wonder of the World - Angkor Archeological, Largest Hindu temple in world

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી