તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Conspiracy Theories Claims Aliens Left The Mobile 800 Years Behind

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસ્ટ્રિયામાંથી મળ્યો 800 વર્ષનો મોબાઇલ? એલિયન-ટાઇમ ટ્રાવેલના દાવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિએનાઃ મોબાઇલ ફોનની શોધ માત્ર 40 વર્ષ પહેલા જ થઇ છે. જોકે, ઓસ્ટ્રિયામાં ખનન દરમિયાન મળી આવેલો એક મોબાઇલ 800 વર્ષ જૂનો હોવાનો દાવો કરાઇ રહ્યો છે. ફોનના કિપેડ પર લખેલી ભાષા સુમેરિયન સંસ્કૃતિનું હોવાનું કહેવાઇ રહ્યું છે. આ ઘટના બાદ UFO હન્ટર્સ ગેલમાં આવી ગયા છે, અને આ પાછળ એલિયન્સ હોવાનો દાવો કરી રહ્યાં છે.
13મી સદીમાં પણ હોઈ શકે આવું ગેજેટ

- ઓસ્ટ્રિયાના સાલ્જબર વિસ્તારમાં ખનન દરમિયાન નિકળેલી એક મૂર્તિની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
- મૂર્તીના હાથમાં મોબાઇલ ફોન જેવી વસ્તુ જોવા મળે છે. આ મૂર્તિ 800 વર્ષ જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે જો આ વાત સાચી હોય તો એ સમયમાં મોબાઇલ ફોન હોવો ભારે આશ્ચર્યજનક બાબત છે.
- જાણકોરોનું માનવું છે કે 13મી સદીની આ મૂર્તીના હાથમાં મોબાઇલ ફોન જેવી વસ્તુ હોવી એ સ્પષ્ટ કરે છે કે એ સમયે આવું કોઈ ગેજેટ-મશિન અસ્તિત્વ ધરાવતું હશે.

એલિયનના અસ્તિત્વનો પુરાવો?

આ શોધને પગલે પરગ્રહવાસીઓ ધરતીની મુલાકાત લેતા હોવાનો દાવો કરાઇ રહ્યો છે.
- યુટ્યુબ ચેનલ Paranormal Crucibleએ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે 'આ કોઈ એડવાન્સ્ડ સિવિલાઇઝેન કે ટાઇમ ટ્રાવેલનો પુરાવો છે? '
- UFO Sighting Dailyના એડિટર સ્કોટ વેરિંગનું માનવું છે કે આ વસ્તુ ગમે તે હોય પણ એ એલિયન્સ ધરતીની મુલાકાત લેતા રહે છે એ વાતનો પુરાવો છે.

મૂર્તિ 800 વર્ષ જૂની હોવા પાછળનું કારણ

- આ મોબાઇલ જેવી વસ્તુના કિપેડ પર જોવા મળતી ભાષા cuneiform લીપીની છે. આ લીપી હજારો વર્ષ પહેલા સુમેરિયન સંસ્કૃતિએ વિકસાવી હતી.

લોકો માટે માનવું મુશ્કેલ

- આ મોબાઇલ જેવી વસ્તુની ડિઝાઇન નોકિયાના સૌથી શરૂઆતના મોડેલ જેવી છે. અને એટલે જ લોકોનું માનવું છે કે આ મૂર્તિ હાલના સમયમાં જ બનેલી છે. અને કોઈ કલાકારે આ થકી મોટી મજાક કરી છે.

આગળની સ્લાઇડમાં જુઓ... આ અંગેની કેટલીક તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો