તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુટિલિટી ડેસ્ક. બીમારી વિશે જાણકારી ન આપવાના આધારે પોલિસીધારકના દાવાને નકારવાના કિસ્સામાં ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમે વીમાધારકની તરફેણમાં સુનવણી કરી છે. ફોરમે મેક્સ ન્યુયોર્ક લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીને વીમાધારકની નોમિનીને વ્યાજ સહિત ચૂકવણી કરવા માટે કહ્યું છે. તે ઉપરાંત માનસિક હેરાનગતી માટે 15 હજાર રૂપિયાનું ચૂકવવા પણ કહેવામાં આવ્યું છે.
શું હતો કેસ?
દિલ્હી નિવાસી કમલા દેવીએ મેક્સ ન્યુયોર્ક લાઈફ ઈન્શ્યોરન્સ પાસેથી 2010માં ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદી હતી. તેમના મૃત્યુ બાદ નોમિનીએ તેમના માટે દાવો કર્યો. જેને કંપનીએ એવું કહીને નકારી દીધો કે, કમલા દેવી હૃદયની બીમારીથી પીડિત હતી. જેની માહિતી તેમણી પોલિસી લેતી વખતે આપી નહોતી. ત્યારબાદ નોમિનીએ ન્યાય માટે નવી દિલ્હી કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનની મદદ માગી. કમિશન તરફથી કેસની સુનાવણી કર્યા પછી કંપની દોષી સાબિત થઈ હતી અને 2.5 લાખ રૂપિયાના દાવા નામંજૂર કરેલાના અડધા રકમની નવ ટકાના વ્યાજ સાથેની રકમ પોલિસીધારકના નોમિનીને ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કમિશને વીમા ગ્રાહકની બીમારીના આધાર પર દાવો નકારી કાઢવાની કંપનીની જવાબદારીમાંથી છટકણી ગણાવી હતી.
બીમારીની જાણકારી આપવી પડશે
કોઈ વ્યક્તિ હેલ્થ ઈન્શ્યોરન્સ કરાવે છે તો તેને સ્વાસ્થ્યની ચોક્કસ માહિતી આપવી પડશે. તે ઉપરાં તમારે મેડિકલ સર્ટિફિકેટ પણ લગાવવું પડશે. તેનાથી પોલિસી લેનારની હેલ્થની યોગ્ય જાણકારી મળી જાય છે અને કંપની તે મુજબ પ્રીમિયમ લે છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.