તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Instead Of Russia For A Defense Deal With India, America Will Now Emphasize The Trump Defense Deal, The Best Option

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત સાથે સંરક્ષણ સોદા માટે રશિયાને બદલે હવે અમેરિકા ઉત્તમ વિકલ્પ બન્યુ, ટ્રમ્પ ડિફેન્સ ડીલ પર ભાર આપશે

એક વર્ષ પહેલાલેખક: સ્મિતા શર્મા
  • કૉપી લિંક
  • ભારત જાપાન, કોરિયા અથવા તુર્કીની માફક અમેરિકાનો સહયોગી નહીં, છતાં US સરકારે આધુનિક હથિયારોના વેચાણનો માર્ગ સાફ કર્યો
  • સાઉદી બાદ હથિયારોની ખરીદી કરનાર ભારત બીજો સૌથી મોટો દેશ, 2016માં અમેરિકાએ ભારતને ડિફેન્સ પાર્ટનરનો દરજ્જો આપ્યો

નવી દિલ્હીઃ 26મી ડિસેમ્બર,2004ના રોજ જ્યારે સુનામીએ તબાહી મચાવી તો ભારતે તેના સમુદ્રી વિસ્તારો અને પડોશી વિસ્તારોની મદદના થોડા કલાકોમાં 32 વોરશિપ, 20 હેલિકોપ્ટર અને 7 વિમાનોના કાફલાને રાહત કામગીરીમાં જોડ્યા હતા. આટલા ઓછા સમયમાં જ ઓપરેશન લોંચ કરી દેવાની સમગ્ર વિશ્વએ નોંધ લીધી હતી અને ભારતની પ્રશંસા પણ થઈ હતી. પણ આ સંપૂર્ણ ઓપરેશન સમયે ભારતીય નૌકાદળની કેટલીક ઉણપનો પણ અહેસાસ થયો હતો અને ઈન્ટીગ્રલ એરલિફ્ટ ક્ષમતાની ખોટનો અહેસાસ કરતું હતું. માટે જૂન,2007માં પ્રથમ લેન્ડિગ ડોક પ્લેટફોર્મ એટલે કે LDPથી સજ્જ INS જલાશ્વને નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું. INS જલાશ્વને અમેરિકા પાસેથી ખરીદવામાં આવ્યું હતું. તેનાથી ભારતીય નૌકાદળની એરલિફ્ટ ક્ષમતા પણ વધી. ત્યારથી ભારત અને અમેરિકાના સંરક્ષણ સંબંધ વધારે મજબૂત થયા છે.દ્વિપક્ષીય સંબંધમાં આજે સંરક્ષણ અને ઉર્જા સૌથી મહત્વના ક્ષેત્રોમાં સમાવેશ થાય છે.
છેલ્લા 12 વર્ષમાં ભારતે અમેરિકા પાસેથી 18 અબજ ડોલરના હથિયારો ખરીદ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ અગાઉ સુરક્ષા બાબતની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)એ 2.6 અબજ ડોલરની કિંમતના 24 MH 60R મલ્ટીરોલ હેલિકોપ્ટર ખરીદવાની એક સમજૂતી કરવા મંજૂરી આપી છે. આ ઉપરાંત ઓછામાં ઓછા 8 થી 10 અબજ ડોલરના સંરક્ષણ સોદા પર પણ બન્ને દેશ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. હેલિકોપ્ટર ડીલ પર નૌકાદળના ભૂતપુર્વ પ્રવક્તા રિટાયર્ડ કેપ્ટન ડીકે શર્મા કહે છે કે સી કિંગ્સની ઉણપ નૌકાદળને હંમેશા રહી હતી. તેનાથી તે ક્યારેય પૂરી કરવામાં આવશે નહીં.

એક વર્ષમાં અમેરિકાથી 4-5 હેલિકોપ્ટર મળવાની આશા
સમુદ્રમાં રહેલા જહાજોને સૌથી વધારે જોખમ દુસ્મનોની સબમરીનોથી છે. આ સબમરીનો સામે આ મલ્ટીરોલ હેલિકોપ્ટરની ચાપતી નજર અને મારક ક્ષમતા સંપૂર્ણ સુરક્ષા કવચ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સમજૂતી પર હસ્તાક્ષર બાદ એક વર્ષમાં જ 4-5 હેલિકોપ્ટર ભારતને મળવાની આશા છે. આ હેલિકોપ્ટરને USS ગેરાલ્ડ R ફોર્ડમાં પરિક્ષણ કરાવમાં આવી રહ્યા છે. આજે ભારતીય સમુદ્રી વિસ્તાર (IOR)માં ચીન-પાકિસ્તાન સહિત કોઈ પણ સમયે ઓછામાં ઓછા 40-50 જહાજની ઉપસ્થિતિ નોંધવામાં આવી છે. આ સંજોગોમાં બ્લુ ઈકોનોમીના ભારત સરકારના ઉદ્દેશ માટે આવશ્યક તટીય સુરક્ષા અને પ્રાદેશિક સ્થિતિને જાળવી રાખવામાં આ મલ્ટી રોલ MH 60R અસરકારક હશે.

ભારતની રશિયા પર નિર્ભરતા ઘટી
એક સમયે ભારત તેની જરૂરિયાતના 70 ટકાથી 75 ટકા હથિયાર અને સૈન્ય ઉપકરણની રશિયા પાસેથી ખરીદી કરતું હતું. આજે આ ખરીદી ઘટીને 60 થી 62 ટકા થઈ ગઈ છે. કારણ કે તેની પાસે હવે વિકલ્પ રહેલા છે. સાઉદી અરબ બાદ હથિયારોની ખરીદી કરનારા ભારત બીજો સૌથી મોટા દેશ છે. ભારત-અમેરિકા વચ્ચે પરમાણુ અને સામૂહિક સમજૂતી બાદ અમેરિકાના ઉચ્ચસ્તરીય હથિયારો અને જહાજોના વેચાણ માટે હવે ભારત માટે માર્ગ ખુલ્લી ગયો છે. જે અવિશ્વાસને લીધે બંધ હતા. વર્ષ 2016માં અમેરિકાએ ભારતને ડિફેન્સ પાર્ટનર નોંધવામાં આવ્યા છે. ભારત જાપાન, કોરિયા અથવા તુર્કીની માફક અમેરિકાનો સહયોગી નથી, તેમ છતા અમેરિકા સરકાર અને પેન્ટાગને ઉચ્ચ સ્તરીય હથિયારોના વેચાણનો માર્ગ સાફ કરી દીધો છે. આજે ખાસ કરીને એવિએશન સેક્ટરમાં રશિયાની અત્યાધુનિક ટેકનોલોજીની તુલના કોઈ કરી શકતું નથી. પણ હવે ભારત માટે રશિયાનું સ્થાન અમેરિકા લઈ રહ્યું છે. રશિયાના મિગ 21 અને મિગ 35 હેલિકોપ્ટરોનું સ્થાન હવે અમેરિકાના અપાચેએ લીધુ છે. હેવી લિફ્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતા મિગ 26ની જગ્યા ચિનુક CH-46 હેલિકોપ્ટરને સામેલ કર્યા છે.
હિન્દ મહાસાગરમાં ભારતના પડકારો અને ઈન્ડો-પેસિફિકમાં વિસ્તાર કરી રહેલા ચીનને પણ તેનું એક કારણ માનવામાં આવે છે. રશિયાની તુલનામાં આ ક્ષેત્રમાં અમેરિકાની પહોંચ અને સૈન્ય છાવણીઓ અનેક ગણી મોટી છે. આજે P8I મારફતે ભારત અને અમેરિકા ચીનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. રશિયા સાથેના એક-બે મોટા અભિયાનની તુલનામાં ભારત-અમેરિકા ઓછામાં ઓછા 24 દ્વિપક્ષીય અને બહુપક્ષીય અભ્યાસ કરે છે. ભારત-અમેરિકા સેના સાથે કામ કરવા અને સંપર્ક સાધનોમાં સરળતા રહે તે માટે લેમોઆ (LEMOA) અને કોમકાસા (COMCASA) જેવી સમજૂતી પણ થવા જઈ રહી છે.

ટેકનોલોજી ટ્રાન્સફરની બાબતમાં પણ કોઈ ઉકેલ નથી આવ્યો
ભારત વોશિંગ્ટનના રાજકીય દબાણ વચ્ચે પોતાના સંરક્ષણ સોદાને પૂરા કરવા માટે ફક્ત અમેરિકા પર નિર્ભર રહેવાની ભૂલ કરી શકાય નહીં. ટેકનોલોજી ટ્રાન્સફરનો મુદ્દો આજે પણ સંબંધના સૌથી મોટો અવરોધ છે. જે મોદી સરકારના મેક ઈન ઈન્ડિયાના સપના માટે સ્પીડ બ્રેકર છે. અમેરિકા તેની હાઈ ટેકનોલોજીને બારગેનિંગ ચિપ તરીકે ઉપયોગ કરી શકે છે. પછી તેમની સામે તેમનો સૌથી નજીકનો મિત્ર ઈઝરાયલ પણ કેમ ન હોય. ભારતમાં સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર થઈ રહેલા લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસના એન્જીન પણ અમેરિકી છે, પણ પોતાના જેટ એન્જીનની ટેકનોલોજી અમેરિકા ભારતમાં ક્યારેક જ આદાન-પ્રદાન કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser